જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રેઈનર કુંજે

રેઈનર કુંજે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કળાનો અંત – રેઈનર કુંજે

ઘુવડે શિખર પરના કૂકડાને કહ્યું
તારે સૂરજને કદી ગાવો નહીં
સૂરજ કંઈ મહત્વનો નથી

શિખરના કૂકડાએ પોતાની કવિતામાંથી
સૂરજની બાદબાકી કરી

ઘુવડે શિખરના કૂકડાને કહ્યું
તું કલાકાર નથી
અને ત્યાં ચારે બાજુ
કેવળ અંધકાર હતો

– રેઈનર કુંજે

કળા તો સંસ્કૃતિનો આત્મા છે. કળાને રાજકીય અભિપ્રાયો અને ‘વાદ’થી મુક્ત રાખવી એ આપણી સામાજીક જવાબદારી છે. રાજ્યને ગાવા માટે કળા નથી હોતી, કળાને ગાવા માટે રાજ્ય હોય છે. જ્યાં રાજ્ય કળાના ધોરણો ઘડવા માડે તે સંસ્કૃતિનો અસ્ત નિશ્ચિત જ સમજવો.

Comments (3)