નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી.
અહમદ 'ગુલ'

ગઝલ – કવિ રાવલ

વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક

ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક

ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક

કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક

હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક

-કવિ રાવલ

કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે ! 

14 Comments »

  1. Jina said,

    April 17, 2009 @ 1:25 AM

    સુંદર ગઝલ…

  2. P Shah said,

    April 17, 2009 @ 5:03 AM

    very nice !
    enjoyed again.

  3. sapana said,

    April 17, 2009 @ 6:08 AM

    સરસ ગઝલ!! વિવક, હમ રદીફ અને હમકાફિયાની સમજ પાડજો. આભાર!!
    સપના

  4. વિવેક said,

    April 17, 2009 @ 7:27 AM

    ગઝલમાં પુનરાવર્તિત થતા પ્રાસને કાફિયા કહે છે જેમકે અહીં, રોષ, દોષ, જોશ, હોંશ, આક્રોષ વગેરે કાફિયાનો ભાગ ભજવે છે… કાફિયા પછી ગઝલમાં આવતા અનુપ્રાસને રદીફ કહે છે જે આખી ગઝલમાં યથાવત્ રહે છે, બદલાતી નથી. અહીં ‘પૂર્વક’ને રદીફ ગણી શકાય પણ પૂર્વક આખા શબ્દસમૂહનો એક જ ભગ હોવાથી આ ગઝલમાં એને કાફિયાથી અલગ પાડી શકાય એમ નથી… માટે આ હમરદીફ-હમકાફિયા ગઝલ ગણાય, મતલબ કે અહીં કાફિયા પોતે જ રદીફનું કામ કરે છે…

  5. sudhir patel said,

    April 17, 2009 @ 7:29 AM

    બહુ જ સરસ મત્લા ગઝલ!
    સુધીર પટેલ.

  6. Pinki said,

    April 17, 2009 @ 7:50 AM

    કવિ કંઈક અલગ જ ચીલો ચાતરીને ગઝલ રચે છે
    તેવો એક અનોખો પ્રયોગ …!!

  7. Pinki said,

    April 17, 2009 @ 7:53 AM

    (અર્ધ !) મત્લા ગઝલ કે આને મત્લાગઝલ જ કહી શકાય ?!!
    કે હમરદ્દીફ, હમકાફિયા ગઝલ જ કહેવાય ?!!

  8. વિવેક said,

    April 17, 2009 @ 8:24 AM

    અહીં કાફિયા-રદીફ અલગ પાડી શકાતા ન હોવાથી આ હમકાફિયા-હમરદીફ ગઝલ તો છે જ, વળી દરેક શેર મત્લાની શૈલીમાં લખાયો હોવાથી આ મત્લા ગઝલ પણ છે… આને કહવાય, બાય વન, ગેટ વન ફ્રી!!!

  9. ઊર્મિ said,

    April 17, 2009 @ 9:24 AM

    હમરદીફ-હમકાફિયા ગઝલ જેટલી સરળ લાગે છે, લખવી કદાચ એટલી સરળ નથી….

    સુંદર ગઝલ કવિ… અભિનંદન !

  10. ઊર્મિ said,

    April 17, 2009 @ 9:25 AM

    જે નવા શબ્દો ‘કોઈન’ કર્યા છે એને માણવાની વધુ મજા આવી…

  11. preetam lakhlani said,

    April 17, 2009 @ 10:46 AM

    દોસ્તો, ગઝ્લ લખવી બહુજ સહેજ અને સરળ વાત છે પણ એક શેર લખવો બહુ જ ક્ઠીન છે. આજ કાલ તો ગઝલ નામનો લીલો દુકાળ છે, રોજ સવારે એક ગઝલકાર જન્મે છે અને રોજ સાંજે એક ગઝલ સગ્રર પ્રગટ થાય છે.છતા એક બાબત નો આનદ છે કે આ બાને ગઝલ નામની બઝાર તો ચાલે છે……

  12. Gaurav said,

    April 17, 2009 @ 2:18 PM

    karo vakhan kavi na force purvak…

    Great …

  13. pragnaju said,

    April 17, 2009 @ 10:51 PM

    સુંદર ગઝલ
    અને સમજુતી
    કદાચ તેના વગર આવી રીતે માણી ન શકાત

  14. Lata Hirani said,

    April 18, 2009 @ 3:59 AM

    અહીં બધુ આજમાય છે ગઝલપૂર્વક

    લતા હિરાણી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment