મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.
વિવેક મનહર ટેલર

શું થશે ? – ગિરીશ પરમાર

કોઈની યાદો જવાથી શું થશે ?
પાંપણો ભીની થવાથી શું થશે ?

સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
એકલી ખાલી હવાથી શું થશે ?

વ્હેમના પર્યાય જેવો રોગ છે,
લાખ આપો, પણ દવાથી શું થશે ?

ખૂબ ઊંડા ઘાવ જેવો છે કૂવો,
એક ટુકડો રાસવાથી શું થશે ?

છેવટે થંભી જવાની બીકથી,
એક ડગલું ચાલવાથી શું થશે ?

-ગિરીશ પરમાર

દર્દની આછી ઝાંયથી ભીની-ભીની ગઝલ… સળગવા માટે ખાલી હવાનું હોવું શું પર્યાપ્ત છે? ભીતર એક તણખો પણ અનિવાર્ય છે. વ્હેમનો કોઈ ઈલાજ નથી એ વાત પણ કેવી સરસ રીતે કહેવાઈ છે ! કેટલાક ઘા એટલા ઊંડા કૂવા જેવા હોય છે કે એક રાસ જમીન સિંચવામાત્રથી એ ખાલી નહીં થઈ જાય…

12 Comments »

 1. pragnaju said,

  March 6, 2009 @ 7:10 am

  સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
  એકલી ખાલી હવાથી શું થશે ?
  સુંદર
  છેવટે થંભી જવાની બીકથી,
  એક ડગલું ચાલવાથી શું થશે ?
  બહુ સુંદર
  પુષ્પ પર ડાઘો પડે એ બીકથી, …
  હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.

 2. Lata Hirani said,

  March 6, 2009 @ 8:39 am

  નવું નામ પણ સરસ ગઝલ..

 3. sunil shah said,

  March 6, 2009 @ 9:39 am

  સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
  એકલી ખાલી હવાથી શું થશે ?

  સુંદર શેર…

 4. ધવલ said,

  March 6, 2009 @ 11:59 am

  સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
  એકલી ખાલી હવાથી શું થશે ?

  – સરસ !

 5. urvashi parekh said,

  March 6, 2009 @ 7:28 pm

  સહેજ તણખો જોઇએ ભડભડ થવા,
  એકલી ખાલી હવા થી શું થશે?
  કઈક થવા માટે કંઈક તો થવુ જ જોઇયે, એક વસ્તુ સરસ થવા માટે બિજા નો સાથ હોય તો વધુ નિખરે છે.
  સરસ..

 6. Hemant said,

  March 7, 2009 @ 2:57 am

  ખૂબ સુંદર………

  લયસ્તરોના ચાહકો માટે મારા તરફથી પ્રથમ રચનાઃ

  એકલી અટૂલી રાતને જઇ પૂછ્યુ મેં તારાથી રહેવાય છે કેમ?
  હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

  આંખો મીચીં તો લાગ્યું સામે ઊભી છે તું, સોનેરી મળ્યું આકાશ;
  આંખો ખોલી તો મળી નિર્જન ને વિહવળ સૂની એક ઘેઘૂર અમાસ,

  સાથે વિતાવેલી પળોની યાદ લઇ તે વરસે છે વાદળની જેમ,
  હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

  આઠેય પ્રહર દિલમાં સૂસવાતી દર્દની એક લહેરખી આપણી;
  એકાંતને ઓળગોળ ઓઢી ચાલ કરીએ વિરહની આગમાં તાપણી,

  આપીશ આકાર એને તારા જ રૂપનો કે હવે પીગળે છે હૈયાનું હેમ,
  હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

  -હેમંત…

 7. Abhijeet Pandya said,

  March 7, 2009 @ 6:24 am

  સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
  એકલી ખાલી હવાથી શું થશે ?

  સરસ શેર. રચના સારી છે.

 8. sudhir patel said,

  March 8, 2009 @ 10:54 am

  સરસ ગઝલ બીજો શેર વધુ ગમ્યો.
  સુધીર પટેલ.

 9. અનામી said,

  March 8, 2009 @ 1:13 pm

  સ્હેજ તણખો જોઈએ ભડભડ થવા,
  એકલી ખાલી હવાથી શું થશે ?
  સરસ શેર.

 10. KIRANKUMAR CHAUHAN said,

  March 11, 2009 @ 1:40 am

  સાદી, સરળ ને સુંદર ગઝલ.

 11. RJ MEET said,

  March 15, 2009 @ 3:24 am

  સરસ ખરેખર આ રચના ખુબ ગમી…

 12. suresh said,

  April 6, 2010 @ 5:51 am

  sari gazal che. last sher vadhu gmyo.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment