ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર

ગઝલ – દિવ્યા મોદી

Divya Modi_Em na bolo tame gamta nathi
(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ ગઝલ, એના જ હસ્તાક્ષરોમાં લયસ્તરો માટે)

એમ ના બોલો તમે ગમતા નથી,
માત્ર તમને ચાહું એ ક્ષમતા નથી.

જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી.

ભીડમાં એકાંત વહાલું લાગતું,
બસ હવે તો કોઈની મમતા નથી.

એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવે બનતા નથી.

આંસુમાં પણ એટલી તાકાત છે,
હા, ભલે એને નદી ગણતા નથી.

જ્યારથી માણસને ઓળખતા થયા,
પથ્થરોના દેવને નમતા નથી.

– દિવ્યા મોદી

આ ગઝલ આવી સરસ, સામે તમે… હું નડું વચ્ચે તો એ કોને ગમે?

28 Comments »

 1. RAMESH K. MEHTA said,

  February 21, 2009 @ 1:39 am

  સુન્દૃર ગઝલના માલિક દિવ્યા મોદી

 2. ડો.મહેશ રાવલ said,

  February 21, 2009 @ 3:00 am

  પ્રમાણમાં સારી કહી શકાય એવી રચના, જેમાં હજૂ પણ ઘણી શક્યતાઓ રહેલી છે અભિવ્યક્તિમાં…..
  આ પંક્તિ ઘણી અર્થસૂચક જણાઈ….

  ભીડમાં એકાંત વહાલું લાગતું,
  બસ હવે તો કોઈની મમતા નથી.

 3. bharat said,

  February 21, 2009 @ 3:52 am

  “જિંદગીમાં આટલું હાર્યા પછી,
  જીતવા માટે કદી રમતા નથી.”
  આ પંક્તિ ગમે એવી છે.
  સરસ ગઝલ

 4. Darshil said,

  February 21, 2009 @ 4:27 am

  બહુ સરસ ગઝલ દિવ્યાજી..

 5. Bharat said,

  February 21, 2009 @ 6:15 am

  ખુબ ધાર દાર ,
  એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
  લાગણીના ઘર હવે બનતા નથી.

 6. Sandhya Bhatt said,

  February 21, 2009 @ 7:32 am

  ખૂબ હ્ર્દયસ્પર્શી ગઝલ.

 7. pragnaju said,

  February 21, 2009 @ 8:23 am

  સુંદર ગઝલના ગમી જાય તેવા શેર-

  આંસુમાં પણ એટલી તાકાત છે,
  હા, ભલે એને નદી ગણતા નથી.
  જ્યારથી માણસને ઓળખતા થયા,
  પથ્થરોના દેવને નમતા નથી.
  માણસને તો ઓળખતા નથી. એ વિચિત્ર વિકૃત ચહેરો કોનો છે? એ આપણે જાણતા નથી, એ અણઘડ અજાણી વ્યક્તિ કોણ છે એ કહી શકતા નથી. અને જો કોઈ આપણને સમજાવે, કોઈ દિવસ બતાવી આપે, ખાતરી કરાવે કે એ ચહેરો તમારો જ છે, એ વાસના ને એ ઈર્ષ્યા ને એ મિજાજ ને એ ગુમાન તમારાં જ છે, જો કોઈ આપણને આપણા સાચા સ્વભાવનો પરિચય કરાવે, આત્માની છબી નજર સામે મૂકે, આપણા ખરા વ્યક્તિત્વનું આપણને દર્શન કરાવે તો આપણને એવું હસવું આવશે, એવું રડવું આવશે કે કદાચ એ
  એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
  લાગણીના ઘર હવે બનતા નથી.

 8. KIRANKUMAR CHAUHAN said,

  February 21, 2009 @ 8:25 am

  divyaben khoob khoob sundar gazal. aavu saras lakhatu hoy to khoob lakho.

 9. Sarju Solanki said,

  February 21, 2009 @ 9:23 am

  આ ખરેખર ખુબ સરસ ગઝલ છે.

 10. Dr. Vinod said,

  February 21, 2009 @ 11:01 am

  ખુબ જ સરસ ગઝલ…ાભિનદન દિવ્યાજિ

 11. ધવલ said,

  February 21, 2009 @ 12:30 pm

  જ્યારથી માણસને ઓળખતા થયા,
  પથ્થરોના દેવને નમતા નથી.

  -સરસ !

 12. aamarkolkata said,

  February 21, 2009 @ 1:57 pm

  સરસ

 13. Kavita said,

  February 21, 2009 @ 5:54 pm

  જિંદગીમાં આટલું હાર્યા પછી,
  જીતવા માટે કદી રમતા નથી.

  સુંદર શેર !

 14. sunil shah said,

  February 22, 2009 @ 5:46 am

  સુંદર ગઝલ..

 15. GAURANG THAKER said,

  February 22, 2009 @ 7:27 am

  વાહ સરસ ગઝલ… આખી ગઝલમા મઝા પડી. લખતા રહેવુ….

 16. અનામી said,

  February 23, 2009 @ 1:51 am

  સર્વાંગ સુંદર રચના.

 17. ઊર્મિ said,

  February 23, 2009 @ 3:17 pm

  સુંદર ગઝલ… અભિનંદન દિવ્યાબેન !

 18. પ્રતિક મોર said,

  February 23, 2009 @ 11:23 pm

  હા પણ મને ગમે ને ના પણ મને ગમે.,

  વસંત જ નહી, પાનખર પણ મને ગમે,
  સરવાળા જ નહી પ્રેમની બાદબાકી પણ ગમે,
  હા પણ મને ગમે ને ના પણ મને ગમે.,

  કહો કે મળશું આવતા જન્મારે પ્રેમી બનીને ”પ્રતિક”
  તો આ જીવન ભરની મને જીદાઈ પણ મને ગમે.

  હા પણ મને ગમે ને ના પણ મને ગમે.,

  પ્રતિક મોર
  pratiknp@live.com

 19. divya modi said,

  February 24, 2009 @ 9:45 am

  વિવેકભાઈ ,

  ” આપની તારીફમાં કહેશું અમે ,
  જ્યાં ગઝલ છે ત્યાંજ હોવાના તમે,
  વાત નડતર ની હવે કરશો નહીં ,
  આપની આ દાદ કોને ના ગમે ??
  સાવ સાચી લાગણી જ્યારે મળે ,
  આપમેળે ત્યાં પછી મસ્તક નમે… “

 20. urvashi parekh said,

  February 24, 2009 @ 6:30 pm

  ઘણી સુન્દર રચના,
  ઝિન્દગી માં આટ્લુ હાર્યા પછી,
  જિતવા માટે કદિ રમતા નથી. અને
  લાગણી ન ઘર હવે બનતા નથી,
  સરસ છે..
  અભિનન્દન..

 21. Pinki said,

  February 24, 2009 @ 11:26 pm

  જ્યારથી માણસને ઓળખતા થયા,
  પથ્થરોના દેવને નમતા નથી.

  જિંદગીમાં આટલું હાર્યા પછી,
  જીતવા માટે કદી રમતા નથી.

  જો કે આખી ગઝલ જ ઉત્તમ છે પણ આ બે શેર તો ઉત્તમોત્તમ !!
  દિવ્યાબેન, ખૂબ ખૂબ અભિનંદન …… !!

 22. raeesh maniar said,

  February 28, 2009 @ 12:15 am

  દિવ્યાબેનની અગાઉ પણ એક બે રચનાઓ વાંચવા મળી હતી. એમનું ગઝલકર્મ સુંદર છે. આક્રુતિમાંથી પણ એમના આશાસ્પદ ભવિષ્યના સંકેતો વાંચી શકાય છે.

 23. દક્ષેશ said,

  March 1, 2009 @ 2:15 am

  જ્યારથી માણસને ઓળખતા થયા,
  પથ્થરોના દેવને નમતા નથી.

  ખુબ સુંદર વાત … પથ્થરને નમવાનું કારણ એમાંની ચેતના અને માનવને ધિક્કારવાનું કારણ એની જડતા. જ્યારે માનવમાં જ એ ચેતના જડી જાય તો પછી પથ્થરને નમવાની શી જરૂર …

 24. maunish said,

  April 27, 2009 @ 5:01 pm

  વાહ સુન્દર રચના
  મજા આવિ ગઈ
  અભિનન્દન્

 25. Sonali said,

  February 24, 2011 @ 2:22 am

  બહુ જ સુન્દર

 26. ranjit rathod said,

  April 2, 2011 @ 3:25 am

  ખુબ સરસ ગઝલ લખિ 6

 27. ranjit rathod said,

  April 2, 2011 @ 3:27 am

  i like it your gazal so very nice

 28. સ્વપ્નિલ સોની said,

  September 25, 2013 @ 10:14 am

  ખરેખર ખૂબ જ સરસ ગઝલ લાગી.
  આપને હ્રદયથી અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment