આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.
વિવેક મનહર ટેલર

~ – કાજલ ઓઝા – વૈદ્ય

મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…

…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?

– કાજલ ઓઝા- વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્યને સફળ નવલકથાકાર તરીકે ઓળખતો ન હોય એવો ગુજરાતી સાહિત્યરસિક મળવો દોહ્યલો છે પણ કવિ તરીકે ઓળખતા હોય એવા લોકો પણ જૂજ જ હશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શેષયાત્રા’ જોઈ એક આશ્ચર્યનો આંચકો લાગ્યો અને પછી સંગ્રહમાંથી પસાર થતી વખતે સતત એ આંચકાઓનું પુનરાવર્તન થતું રહ્યું. સંગ્રહમાં વર્ણવેલી એમની આપવીતી અને એમની કવિતાઓ- બધું જ નિયત ઘરેડની બહારનું છે. આ પાનાંઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક દઝાતું હોવાનો અનવરુદ્ધ અહેસાસ થયા વિના નહીં રહે. પ્રથમ નજરે અછાંદસ ભાસતી મોટાભાગની કૃતિઓ આઝાદ નઝમની જેમ પોતીકો લય ધરાવે છે જે આજકાલ બહુધા જોવા મળતું નથી… અહીં કોઈ કૃતિને શીર્ષક અપાયું નથી એ પણ જવલ્લે જોવા મળતી બીના છે… સ્ત્રી હોવા છતાં એમણે જાતીયવૃત્તિઓ પર ક્યાંય ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી નથી અને એ જ રીતે પોતાની જાતને ઓગાળવાની પણ કોશિશ કરી નથી. અહીં તમામ કૃતિમાં સર્જકની સતત હાજરીનો એકધારો અહેસાસ અને નિરાવૃત્ત બેબાક સંવેદનાની તીખ્ખી ધાર કવિતાની અલગ જ જાતની ‘ફ્લેવર’ સર્જે છે !

28 Comments »

  1. ઊર્મિ said,

    February 20, 2009 @ 1:00 AM

    સુંદર અછાંદસ… સંબંધ અને અપેક્ષાની નાજુક વાતનું થોડા શબ્દોમાં પણ ધારદાર આલેખન !

    કવિ અને એમની સર્જકતા વિશે પણ ઘણું જાણવાનું મળ્યું… આભાર દોસ્ત!

  2. santhosh said,

    February 20, 2009 @ 1:17 AM

    hi..it is nice to go through your blog…keep writing the good one..
    by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

    are u using the same…?

    Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

    popularize and protect the Native Language…

    Maa Tuje Salaam…

  3. Jina said,

    February 20, 2009 @ 2:21 AM

    કાજલબેનને ઘણીવાર રૂબરૂ માણવાનું બન્યું છે… સારા લેખિકા હોવાની સાથે સાથે એ એક સારા વક્તા પણ છે…

  4. jyotsna said,

    February 20, 2009 @ 3:04 AM

    its really touching. i regularly read her shortstories and had a feeling that sheis faminist writter. today that feeling is totally remooved by this poem.

  5. kantilalkallaiwalla said,

    February 20, 2009 @ 5:11 AM

    The best. Whom to praise, Vivekbhai or his Laystar? Kajalnen or her creation? I praise all, choice is their.

  6. pragnaju said,

    February 20, 2009 @ 8:01 AM

    …આવાં અનેક સત્યો સંબંધની
    શરૂઆતમાં સમજાતાં હોત તો ?
    સુંદર
    જીવવાની મઝા જ ન રહેત!
    સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ.
    ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,
    આકાશ છાબ છે અને તારા ગુલાબ છે
    કાજલનુ તમસ ઓઝા- ઊંટવૈદ્યથી દુર ન થાય
    વૈદ્ય જોઈએ!

  7. Jayshree said,

    February 20, 2009 @ 8:54 AM

    ચિત્રલેખામાં ‘યોગ-વિયોગ’ના ૩-૪ હપ્તા વાંચીને જ કાજલબેનની કલમની એવી આશિક થઇ ગઇ, કે ગમ્મે ત્યાંથી એમનો ઇમેઇલ મેળવીને એમની સાથે થોડી વાતો કરી પછી જ હાશ થઇ….

    કાજલબેન કવિતાઓ લખે છે એ ખબર હતી, પણ એમના કાવ્યસંગ્રહ વિષે આજે જ જાણ્યું.

    શીર્ષક વગરની આ નાનકડી કવિતા વાંચતા જ મનમાં વસી ગઇ.. કોણ જાણે કેમ પણ ‘પન્ના નાયક’ યાદ આવી ગયા….

  8. ધવલ said,

    February 20, 2009 @ 9:01 AM

    સરસ વાત …

  9. Sapana said,

    February 20, 2009 @ 9:58 AM

    સરસ !સંબધ જો બંધાયા પહેલા સત્યની ખબર પડી જતી હોત તો! ઘણી પીડાઓથી બચી શક્યા હોત!

    સપના

  10. RJ MEET said,

    February 21, 2009 @ 1:29 AM

    સંબઘ માટે ઍટલુ કહી શકાય કે ઍ ઍવી મુડી છે કે ઍને સાચવવા આપણે સતત સુડી વચ્ચે આવી જતા હૉઇઍ છીઍ.આ બાજૂ સાચવવા જઇઍ ત્યાં બીજી બાજુ કંઇ ને કંઇ અટ્વાતુ હોય છે.આમાં ને આમાં કઈ કેટલા લોકો ને અટવાતા જોયા છે.અને આ મુજબ જ સગા ઓ વ્હાલા બની જાય છે ને વ્હાલા સગા બની જાય છે.

  11. KIRANKUMAR CHAUHAN said,

    February 21, 2009 @ 8:29 AM

    kajalben ghana divase tamari kavita vanchva mali pan intezar safal rahyo. khoob saras achhandas.

  12. bharat said,

    February 21, 2009 @ 1:06 PM

    હયાતિ

  13. Makarand Musale said,

    February 24, 2009 @ 3:38 AM

    કાજલ,

    અભિનન્દન !!
    તારી (વિ)શેષયાત્રા મુબારક

    ઉપર ની કવિતા સુંદર છે એ કહેવાની જરૂર ખરી?

    મકરંદ મુસળે.

  14. neetakotecha said,

    February 24, 2009 @ 10:38 AM

    હુ તો કાજલ બેન ની અને એમનાં લખાણો ની ચાહક છું..અને સ્વભાવે પણ એટલા જ સરળ ..એક પ્રોગ્રામ માં મળવા નું થયુ હતુ..

    …આવાં અનેક સત્યો સંબંધની
    શરૂઆતમાં સમજાતાં હોત તો ?

    કેટલી સાચ્ચી વાત કહી છે…

  15. kuldeep karia said,

    February 24, 2009 @ 1:20 PM

    khub saras aachhandas chhe

  16. kuldeep karia said,

    February 24, 2009 @ 1:23 PM

    ખુબ સરસ આછાંદસ છે

  17. urvashi parekh said,

    February 24, 2009 @ 6:53 PM

    કેટ્લી સરસ વાત કહિ છે,કાજલબેને.
    સરસ છે..
    વિવેકભાઈ અને લયસ્તરો નો ખુબ ખુબ આભાર..
    ઘણુ બધુ મન ને ગમે તેવુ મળી રહ્યુ છે.
    અને અપ્રત્યક્ષ રુપે ઘણા બધા ને મળવાનુ બને છે..
    આભાર…

  18. Pinki said,

    February 24, 2009 @ 11:31 PM

    સંબંધ બંધાયા પહેલાં જ સત્યની ખબર પડી જતી હોત તો ?

    કદાચ એટલે જ ઈશ્વર ખબર નહીં પડવા દેતો હોય !!!

    ખૂબ જ કડવી અને સત્ય વાત !!

  19. pradip sheth said,

    February 25, 2009 @ 12:21 PM

    ખૂબજ ચોટ્દાર વાત એટલીજ સરળતાથી અને વાસ્તવિક ભુમિકા પરથી રજુ કરવા બદલ
    ખૂબ…ખૂબ્. અભિનંદન.

  20. Angel Dholakia said,

    May 14, 2009 @ 4:32 AM

    Kajal-oza-vaidya is all time favorite writer of me & my so many friends.
    એમની ઇ-મેઇલ id મને પણ જોઇએ છીએ.

  21. Priten said,

    August 16, 2009 @ 6:13 AM

    જોરદાર. કાજલબેન I am you fan. From where do you get such imagination ?
    We are proud of you.

  22. Disha said,

    September 16, 2009 @ 12:43 AM

    Kajal-oza-vaidya is all time favorite writer of me .
    એમની ઇ-મેઇલ id મને પણ જોઇએ છીએ.plz

  23. jayesh jani said,

    October 23, 2009 @ 1:57 AM

    kajal oza ek eva navalkatha kar je jemna vise lakhma jetla pan aapde yoygya nathi ek evu naam jini koi kalpana nathi, mem tamari gujarati novel TARA CHAHERA NI LAGOLAG me sambhdi (in c.d) mem aa sambhadya bad kharekhar jindgi su che teni samaj aave che,NISSA,ADITYA AND AAKASH what a cerecter aa darek carector aaje pan jive che, darek vyakti na dil ma kyak ne kyak NISA, ADITYA AND AAKASH chupayela che, mem hu mari jaat ne kharekhar nasibdar manu chu ke mane tamari aa pustke hachmachvi mukyo che. mem tamaro mail id pl. aapo jethi koik var tamne mail kari sakiye.
    thanks.

  24. kanchankumari parmar said,

    October 23, 2009 @ 3:20 AM

    ઝાકળ સરિખિ જિંદગિ અને મ્રુગજળ નિ તરસ હતિ એટલે તો જિવિ ગયા ……બાકિ સત્ય સબંધો નિ જાણ હોતતો કિયારનાય મરિ ગયા હોત ………

  25. chirag said,

    March 30, 2010 @ 8:59 AM

    you are such a grate writter i ever read be fore

  26. chirag said,

    March 30, 2010 @ 9:07 AM

    U R Such Finenest Woman Writter i Ever Read In My Life

  27. PARAG SHAH said,

    December 20, 2011 @ 7:54 AM

    she is amazing &kajalben & i both are styding in a.g.school in 11th std.so i was very much know her nature&knowledge.she is a good &perfect writer in india.well after 11th std,i was not meet personally,but on fb i was know about her writup.thx parag

  28. PALASH SHAH said,

    April 14, 2020 @ 5:18 AM

    કડવું પણ સત્ય .. ખૂબ સુંદર રચના , કાજલબેન …….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment