મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
ગની દહીંવાલા

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

4 Comments »

  1. પ્રત્યાયન said,

    January 24, 2006 @ 11:42 AM

    Excellent bhakti-geet….Alas!

  2. વિવેક said,

    January 25, 2006 @ 2:01 AM

    સાવ નિર્માલ્ય કહી શકાય એવા ત્રણ મામૂલી પ્રતિકોને અક્ષરદેહ આપીને ઈશ્વરમાં કણ-કણ સુધી ઓતપ્રોત થવાની અદમ્ય તાલાવેલીનું આનાથી વધુ વેધક ઉદાહરણ કદાચ જડવું દુર્લભ છે.

  3. Siddharth said,

    January 25, 2006 @ 5:55 AM

    ધવલભાઈ,

    ખૂબ જ સરસ રચના છે. તમે અને વિવેકભાઈએ રંગ જમાવી દીધો છે.

    સિદ્ધાર્થ શાહ

  4. અમે રે સૂકું રૂનું પૂમડું- મકરન્દ દવે « અંતરની વાણી said,

    December 8, 2006 @ 11:06 AM

    […] અમે રે સૂકું રૂનું પૂમડું,      તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યો ને તારેતારને,      વીંધો અમને વ્હાલા, આરંપાર:      આવો, રે આવો હો જીવણ, આમના. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment