સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

ભૃણ હત્યા -એષા દાદાવાળા

                             મા બોલ
         હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
                    પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
         આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?

         તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
                    પહેલાં તો આપ્યો’તો આધાર,
         તારામાં શ્વસતો એ જીવ હું છું,
                    એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

         તમારું પણ કેવુ પહેલાં તો
                    પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
          પેટમાં દિકરો નથી એવી ખબર પડે
                    પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

          છૂટાં પડતા રડવું આવે,
                    એવો આપણો ક્યાં હતો સંબંધ?
         તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
                     આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

4 Comments »

 1. Siddharth said,

  January 12, 2006 @ 11:17 am

  hello,

  This one is really good and eye opener in current situation where more than 500000 girls killed even before they come to this world. I read a billboard in USA about abortion

  “If you kill her today it is abortion,
  If you kill her tomorrow it is murder”

  I hope people who contribute to this “ભૃણહત્યા” should realise that they are commiting the worst crime.

  એષાબેન તમે એક એકથી ચઢિયાતી રચનાઓ ખાસ દિકરીને ઉદ્દેશીને લખો છો તે માટે અભિનંદન.

  તમારા સરાહનિય પ્રયત્નો ચાલુ જ રાખશો. મને તમારી ઈ મેઈલ પણ મળી.

  સિદ્ધાર્થ શાહ

 2. Kathiawadi said,

  January 12, 2006 @ 5:46 pm

  Very moving, indeed.

  It’s ironic that even educated people don’t seem to stop – in fact, adopting – these cruel practices.

  A blot on our society.

 3. KiRiT Patel said,

  October 18, 2008 @ 9:32 am

  ખુબ્‍ા જ સુંદર કૃતિ છે.

  આભાર

 4. viendrasinh atodariya said,

  November 21, 2012 @ 11:50 pm

  દીકરી કહે છે મને જીવવા દો .ખુબ જ સરસ એષાબેનની કવિતા ….!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment