મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
મરીઝ

આંગળી અડાડી છે – હર્ષવી પટેલ

Harshavi Patel_chotarf maatra bekarari chhe
(લયસ્તરો માટે હર્ષવી પટેલની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ હસ્તાક્ષરોમાં…)

ચોતરફ માત્ર બેકરારી છે,
બંધ મુઠ્ઠીને મેં ઉઘાડી છે.

છે સ્મરણ એનું દુઃખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.

શબ્દ અમથા નહીં સજે અર્થો
કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

તક અહલ્યાની જેમ શાપિત છે
આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

આપમેળે ગમે તો છે અચરજ
આપણે જિંદગી ગમાડી છે.

– હર્ષવી પટેલ

A genuine poetry is one which is communicated even before it is understood. કવિતાની આ પરિભાષામાં હર્ષવીની આ ગઝલ જડબેસલાક બંધ બેસી જાય છે. એક પણ શેર એવો નથી જે હર્ષવી બોલે અને વાહ…વાહના ઉદગાર શ્રોતાજનોના મોઢેથી ન સરે… પણ પ્રથમ શ્રવણ કે પ્રથમ પઠન પછી પણ આ સંઘેડાઉતાર ગઝલમાં એવું ઘણું બધું છે જે ફરી ફરીને વાહ…વાહ કહેવા આપણને મજબૂર કરે…

28 Comments »

 1. kantilalkallaiwalla said,

  January 17, 2009 @ 1:39 am

  Nohing more nothing less. Facts are mentioned correctly in very simple words. Words are proud for their proper use.I always prefer creation than the creator therefore when I comment from my heart for the creation then creator will be automatically feel proud for (his/her)creation. Of course here I will add creator will be proud for HER creation.

 2. P Shah said,

  January 17, 2009 @ 1:44 am

  સુંદર ગઝલ !
  બધા જ સરસ થયા છે. તેમાં ય આ શેર તો કમાલનો છે —
  છે સ્મરણ એનું દુઃખતી રગ ને
  મેં સતત આંગળી અડાડી છે.

  અભિનંદન !

 3. Jina said,

  January 17, 2009 @ 2:01 am

  તક અહલ્યાની જેમ શાપિત છે
  આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

  આપમેળે ગમે તો છે અચરજ
  આપણે જિંદગી ગમાડી છે.

  આફરીન!!!

 4. Shah Pravinchandra Kasturchand said,

  January 17, 2009 @ 6:47 am

  બહુજ સરસ રચના.

 5. sunil shah said,

  January 17, 2009 @ 7:45 am

  સુંદર ગઝલ..આ શેર વિશેષ ગમ્યો..

  તક અહલ્યાની જેમ શાપિત છે
  આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

 6. kirankumar chauhan said,

  January 17, 2009 @ 8:16 am

  khoob sundar gazal congraits Harshavi.

 7. Anjli said,

  January 17, 2009 @ 9:00 am

  Hare krishna
  short n sunder che…

 8. pragnaju said,

  January 17, 2009 @ 10:13 am

  મઝાની ગઝલ
  તક અહલ્યાની જેમ શાપિત છે
  આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

  આપમેળે ગમે તો છે અચરજ
  આપણે જિંદગી ગમાડી છે.
  વાહ્

 9. ધવલ said,

  January 17, 2009 @ 12:29 pm

  આપમેળે ગમે તો છે અચરજ
  આપણે જિંદગી ગમાડી છે.

  – સરસ !

 10. ઊર્મિ said,

  January 17, 2009 @ 12:37 pm

  અરે વાહ… બહુ જ મસ્ત ગઝલ છે…

  આપમેળે ગમે તો છે અચરજ
  આપણે જિંદગી ગમાડી છે.

  આમ તો બધા જ શે’ર ખૂબ જ ગમી ગયા… પણ આ જરા વધારે ગમી ગયો !

  અભિનંદન હર્ષવી…!

 11. Kavita said,

  January 17, 2009 @ 1:37 pm

  ઓહ ! હષૅવી,

  છે સ્મરણ એનું દુઃખતી રગ ને
  મેં સતત આંગળી અડાડી છે.

  શબ્દ અમથા નહીં સજે અર્થો
  કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

  તક અહલ્યાની જેમ શાપિત છે
  આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

  આપમેળે ગમે તો છે અચરજ
  આપણે જિંદગી ગમાડી છે

  સુંદર શેર ! અભિનંદન.

 12. sudhir patel said,

  January 17, 2009 @ 2:04 pm

  વિવેકભાઈની વાત સાથે સંપૂર્ણ પણે સહમત થાઉં છું.
  બીજો અને ચોથો શે’ર તો ગજબનાક છે – મિજાજ અને ખુમારીથી છલોછલ!
  હર્ષવીબેનને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 13. Pinki said,

  January 18, 2009 @ 3:43 am

  વાહ્… !! સાચે જ નખશિખ સુંદર ગઝલ

  એમના જ શબ્દોમાં..
  શબ્દો ઘણાં જ અર્થો સજીને આવ્યાં છે.

  ને હસ્તાક્ષર પણ ગઝલ જેટલા જ મરોડદાર !!

 14. Sandhya Bhatt said,

  January 18, 2009 @ 8:02 am

  જીવન નરી વાસ્તવિકતા સાથે અને રમણીય કળારુપ લૈને હર્ષવીની કલમમાં ઉતરી આવ્યુ છે.
  અભિનંદન સાથે ઘણી અપેક્ષાઓ.

 15. bharat said,

  January 18, 2009 @ 9:11 am

  સરસ !!!!

 16. Chintan Dave said,

  January 18, 2009 @ 2:12 pm

  ” શબ્દો ન મળ્યા વ્યક્ત કરવા માટે
  યથાશક્તિ મે લગણી જતાવી

 17. Chintan Dave said,

  January 18, 2009 @ 2:15 pm

  ” શબ્દો ન મળ્યા વ્યક્ત કરવા માટે
  યથાશક્તિ મે લગણી જતાવી છે ”

  This above creation is not perfect but I wanna gift it to હર્ષવી for this wonderful ગઝલ.
  I felt a spark when I read this.. Very strong creation…

  અભિનંદન હર્ષવી…!

 18. Mahendra K. Patel said,

  January 18, 2009 @ 10:14 pm

  Harsvi, U have done very well job.” WORDS CANNOT CREATE MEANINGS EXCEPT PAIN OR INSPIRATION.” Excellent ! Carry on………..
  Mahendra Patel

 19. Faysal Bakili said,

  January 19, 2009 @ 1:21 am

  સાવ ખુણા મા બેઠા બેઠા નખશિખ ગઝલ લખતિ હર્ષવી ને અભિનદન.
  ઘણી અપેક્ષાઓ છે હર્ષવી પાસે.

  અભિનંદન હર્ષવી…!

 20. Bina said,

  January 19, 2009 @ 10:08 am

  સરસ ! સુંદર ગઝલ, અભિનંદન હર્ષવી…!

 21. shriya said,

  January 20, 2009 @ 8:49 pm

  અરે વાહ! મઝાની ગઝલ!!

  તક અહલ્યાની જેમ શાપિત છે
  આપણે ઠેસ ક્યાં લગાડી છે ?

  સુંદર શેર!! 🙂

  Congratulations Harshvi!

 22. કુણાલ said,

  January 21, 2009 @ 8:15 am

  અદભૂત અશઆર !!! .. અને અક્ષરો પણ જોવા ગમી જાય એવાં !! .. મારા અક્ષરો ખુબ્બ જ ખરાબ છે એટલે હું સુંદર અક્ષરોના વખાણ જ્યારે તક મળે કરી જ લઉં છું ..

  🙂

 23. GAURANG THAKER said,

  January 21, 2009 @ 10:48 pm

  wah saras gazal 6e…

 24. mahesh said,

  January 22, 2009 @ 10:36 pm

  છે સ્મરણ એનું દુઃખતી દાઢ અને
  મેં સતત જીભડી અડાડી છે.

 25. krishna said,

  May 31, 2009 @ 4:09 am

  ખરેખર તો મારી પાસે શબ્દો નથી..અને કદાચ મૌન એ શ્રેસ્ઠ ભાષા છે.. રુબરું માં તમારી સાથે વાત કરવાનું મન હું રોકી નથી શકતી…

 26. divya modi said,

  June 5, 2009 @ 1:21 pm

  હર્ષવી અને કવિતા મૌર્ય , આ બન્ને ને મળવાની તીવ્ર ઇચ્છા છે…

  તમારા બન્નેની કલમ ખૂબ જ તાજગીસભર અને ભાવવાહી છે…ગઝલવિશ્વમાં તમારું આ પ્રદાન
  ધ્યાનાકર્ષક છે… We will meet very soon…

 27. mustukhan.k."sukh" said,

  August 27, 2010 @ 12:00 am

  વાહ,ગઝલ ખુ ગમી,
  આ ગઝલ મા લાગણીનો ઉન્ડો આવિર્ભાવ ઝળહળે છે. અભીનન્દન……..”સુખ”

 28. sugnesh patel said,

  September 27, 2012 @ 11:49 pm

  વાહ ! માન ગયે હર્ષવીજી , ક્યા બાત હૈ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment