બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

ભીતર – દિવ્યા મોદી

Divya Modi_bhitar
(કવયિત્રીના હસ્તાક્ષરોમાં એક ઓર ગઝલ લયસ્તરો માટે)

*

અજંપો આ મોસમનો ઘૂંટાય ભીતર,
ને વાદળ ઉદાસીનાં ઘેરાય ભીતર…

આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…

કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…

અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?

ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…

– દિવ્યા મોદી

હવે આ ગઝલના કયા શેરને ગમાડીએ અને કયાને નહીં? પ્રેમ અરુઢતાથી વ્યાખ્યાયિત કરતો ચોથો શેર જો કે મને વધુ ગમી ગયો…

26 Comments »

  1. P Shah said,

    December 23, 2010 @ 12:52 AM

    કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?

    દરેક લાગણીશીલ હૃદયના સંવેદનો સાકાર કરતી એક સુંદર ગઝલ !

    કવયિત્રીના હસ્તાક્ષરમાં ગઝલ માણવી ગમી.

  2. સુનીલ શાહ said,

    December 23, 2010 @ 1:07 AM

    ભીતરને સ્પર્શતી અલગઅલગ સંવેદનાઓની સુંદર રજુઆત.

  3. AMIT N. SHAH. said,

    December 23, 2010 @ 1:48 AM

    saras

    કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
    પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…

  4. ડૉ.મહેશ રાવલ said,

    December 23, 2010 @ 2:21 AM

    સરસ ગઝલ બની છે,આમ તો બધા શેર સારા થયા છે પણ અંગતરીતે એ સારામાંથી પણ સારો,
    અંતિમ શેર લાગ્યો.
    -અભિનંદન.

  5. sapana said,

    December 23, 2010 @ 2:36 AM

    ખૂબ સરસ ગઝલ્..મને ગમતી પંકતિ..
    આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
    ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…
    સપના

  6. Rakesh Thakkar, Vapi said,

    December 23, 2010 @ 3:08 AM

    ખરેખર સરસ શેર
    અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
    કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?

  7. PUSHPAKANT TALATI said,

    December 23, 2010 @ 5:04 AM

    એક એક શેર ને જો એક એક તારલીયો ગણીયે તો આ પાંચ શેરો નાં સમુહનું બનેલું આ પંચ-તારક સમું ગીત ઘણુંજ ગમી ગયું .

    ‘ભીતર’ ની વાત – જે દરેકે અનુભવી જ હોય પણ માત્ર કવિ જ આ વાત ને આટલી સાહજીકતાથી લાડ લડાવી શકે ! !!

    ઊત્તમ રચના અને સાથે સાથે આ ‘પંચશેર’ માંથી કોને વખાણવો ? તે નક્કી કરવું કપરું કામ હોવાથી – I give & grant rating of “FIVE STAR” to all these પંચતારક શેર .

  8. Pinki said,

    December 23, 2010 @ 6:33 AM

    ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
    કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…. વાહ !

  9. devika dhruva said,

    December 23, 2010 @ 7:57 AM

    અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
    કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?

    સૌથી વધારે ગમેલો શેર..

  10. urvashi parekh said,

    December 23, 2010 @ 8:47 AM

    સરસ અને સુન્દર મન ને સ્પર્શતી રચના
    અભીનન્દન શબ્દ નાનો લાગશે કદાચ,
    કમાડોનાં તોરણ તો સુકા થયા પણ્,
    પ્રતીક્શા તો અકબન્ધ સચવાય ભીતર,
    અને ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
    કે ઉત્સવ આ મનખાનો ઉજ્વાય ભીતર,
    કેટ્લી મર્મસ્પર્શી વાત.

  11. pragnaju said,

    December 23, 2010 @ 9:18 AM

    સુંદર ગઝલનો આ શેર
    આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
    ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…
    નમી નમી અભિવ્યક્તી

  12. Murti Modi said,

    December 23, 2010 @ 9:49 AM

    As being in Chicago-windy city-our physical kamaads are closed for several more months, but that opens up the window to invite the people home and go and visit people you know. So the third sher sounds very appealing right now.
    Ver short & sweet Kavya.

  13. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    December 23, 2010 @ 10:05 AM

    બહુ જ સરસ !

  14. કવિતા મૌર્ય said,

    December 23, 2010 @ 3:04 PM

    આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
    ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…

    કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
    પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…

    વાહ !!! સુંદર શેર.

  15. dHRUTI MODI said,

    December 23, 2010 @ 3:27 PM

    ખૂબ જ સુંદર ગઝલ. દરેક શે’ર મઝાના છે.

  16. કિરણસિંહ ચૌહાણ said,

    December 24, 2010 @ 12:46 AM

    વિવેકભાઇની વાત સાચી છે. ચોથો શે’ર ગુણવત્તામાં શિરમોર બની રહે છે.

  17. PRADIP SHETH . BHAVNAGAR said,

    December 24, 2010 @ 3:55 AM

    સરસ રચના…

  18. Gunjan Mirani said,

    December 24, 2010 @ 5:56 AM

    एक मर्कज़ की तलाश, एक भटकती ख़ुशबू
    कभी मंज़िल, कभी तम्हीदे-सफ़र होती है

    काम आते हैं न आ सकते हैं बे-जाँ अल्फ़ाज़
    तर्जमा दर्द की ख़ामोश नज़र होती है.

  19. sudhir patel said,

    December 24, 2010 @ 2:32 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  20. Pancham shukla said,

    December 24, 2010 @ 6:06 PM

    સરસ ગઝલ.

    ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
    કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…

  21. Sandhya Bhatt said,

    December 24, 2010 @ 11:34 PM

    લયસ્તરો સાબિત કરે છે કે, હવે ગઝલ-વિવેચનને લેખિકાઓની નોંધ પણ લેવી પડશે.દિવ્યાબેનને ખૂબ અભિનંદન.

  22. DHAVAL said,

    December 25, 2010 @ 12:47 AM

    ખુબજ સરસ …… ૨૪ વર્ષે આ ગઝલે ફરી કોલેજ મા જવા નુ મન થયુ,

  23. Kirtikant Purohit said,

    December 25, 2010 @ 2:43 AM

    ભીતરના આવિર્ભાવને બહુ જ બારીકાઈથી રજુ કરતી સુઁદર ગઝલ. વાહ…

  24. jigar joshi 'prem' said,

    December 26, 2010 @ 7:00 AM

    આમ તો ગુજરાતી સાહિત્ય જગતને કવયિત્રિઓની ખાસ ખોટ છે પણ વર્તમાનમાં જે બે-પાંચ કવયિત્રિઓ સાહિત્ય પ્રત્યે સભાનતા પૂર્વક સર્જનકાર્યમાં રત છે તેમાં દિવ્યાબેનનું નામ અચૂક મૂકવું જ પડે એમ છે….હજી પણ ભવિષ્યમાં ઉત્તમ રચનાઓ આપતા રહો તેવી શુભેચ્છાઓ…અને સંધ્યાબેનની વાતમાં પણ સૂર પૂરાવું છું…

  25. Bharat Gadhavi said,

    December 26, 2010 @ 8:45 AM

    શ્રી વિવેકભાઈ…….શ્રી દિવ્યા ની ગઝલ અતિ સુન્દર છે. ત્રીજા શેર માં ” પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર” ના બદલે ” પ્રતીક્ષા તો લીલીછમ સચવાય ભીતર” મારી દ્ર્ષ્ટી એ વધુ યોગ્ય લાગત. આતો એક કવિ તરીકે નમ્ર વિનંતી માત્ર છે.

    મને પણ નાનપણ થી થોડો કવિતા / ગઝલ નો હ્ર્દય રોગ છે. થોડુ આપ માર્ગ-દર્શન આપશો તો મારી અન્દરનો કવિ પાછો જાગ્ર્ત થઈ જાય……………… નીચેની મારી તાજી જન્મેલી એક રચના છે. જીણવટ પુર્વક વાંચીને મને યોગ્ય માર્ગ-દર્શન આપશો એવી નમ્ર અરજ.

    “સબંધ”

    સબંધ સચવાય જાયતો સારુ………
    ને મન મેળ થઇ જાય તો સારુ……..
    સબંધ સચવાય જાય તો સારુ………૧
    આમ કંયા સુધી દબાવશુ…….?
    દર્દ થોડા ઉભરાઈ જાય તો સારુ…
    સબંધ સચવાય જાય તો સારુ………૨
    લે પહેલ કર બોલવાની હવે તૂ…..
    મારુ મૌન તને પામી જાય તો સારુ….
    સબંધ સચવાય જાય તો સારુ………૩
    કયાં સુધી લાગણીઓ અકબંધ લઈને ફરીશુ…..?
    થોડી ધણી રેલાઈ જાય તો સારુ…………
    સબંધ સચવાય જાય તો સારુ………૪
    ભાર ન રાખીશ મારા આભાર નો……….
    યાર તુ થોડુ મન હળવુ કરી જાય તો સારુ…..
    સબંધ સચવાય જાય તો સારુ………૫
    અશ્રુ ને તરસ છે આંખ ની………..
    ડુસકા મુકીને રડી શકાય તો સારુ…….
    સબંધ સચવાય જાય તો સારૂ……….૬
    છે “રતન” જીવ ને ઝંખના આટલી……
    જીવન સાંગો-પાંગ જીવી શકાય તો સારુ………
    સબંધ સચવાય જાય તો સારુ………૭
    by: Bharat Gadhavi “Ratan”
    Gaborone – Botswana (Afrika)
    cell: 00267 71578707

  26. Jigar said,

    December 27, 2010 @ 12:24 PM

    સર્સ ગ્ઝ્લ ૬

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment