વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

ચાલતા ચાલતા – રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન

એક માઈલ હું સુખ સાથે ચાલ્યો;
આખે રસ્તે એણે બોલ્યે રાખ્યું,
ન કાંઈ શીખવાનું બન્યુ
એ બધુ ય સાંભળીને.

એક માઈલ હું દુ:ખ સાથે ચાલ્યો
ને એણે એકે ય શબ્દ મને કહ્યો નહીં;
પણ આહ, કેટકેટલું શીખ્યો હું
દુ:ખની સાથે ચાલતા!

– રોબર્ટ બ્રાઉનિંગ હેમિલ્ટન
(અનુ.- ધવલ શાહ)

જે ટીપાય તે જ ઘડાય. ને દુ:ખથી વધારે માણસને કોણ ટીપે ?

(મૂળ અંગ્રેજી કવિતા)

7 Comments »

 1. P Shah said,

  December 31, 2008 @ 12:24 am

  ધવલભાઇ ખૂબ સુંદર અનુવાદ કર્યો છે. મૂળ કવિતા જેણે
  આત્મસાત થઇ હોય તે જ અનુવાદ કરી શકે.
  સુખ-દુઃખ પાસેથી શીખીને જ માણસ ઘડાય છે.
  આભાર !

  http://www.aasvad.wordpress.com

 2. વિવેક said,

  December 31, 2008 @ 2:34 am

  ખૂબ જ ઓછા શબ્દોમાં કેટલી અર્થપૂર્ણ વાત કહી શકાય છે!

  સુંદર કવિતા અને એવો જ સહજ અનુવાદ….

 3. vishwajit said,

  December 31, 2008 @ 5:45 am

  આજ ના આ મન્દિ ના માહોલ મા દુખ તો આવે જ તે દુખ મા ખુબ શિખવાનુ ચ્હે તેમ સમજવુ જોઈએ.તેમ અર્થપૂર્ણ વાત લાગે

 4. Sandhya Bhatt said,

  December 31, 2008 @ 10:16 am

  સુખ બોલકુ હોય અને દુ;ખ મૂંગુ, સુખ કશું ન શીખવાડે અને દુ;ખ ઘણા પાઠ આપે. વાહ્

 5. pragnaju said,

  December 31, 2008 @ 4:34 pm

  પણ આહ, કેટકેટલું શીખ્યો હું
  દુ:ખની સાથે ચાલતા!
  ખૂબ સરસ અભિવ્યક્તી અને અનુવાદ
  આપણા શાસ્ત્રોમાં
  क्वचिद् भूमौ शय्या, क्वचिदपि च पर्यंकशयनः
  क्वचिच्छाकाहारी, क्वचिदपि च शाल्योदनरुचिः।
  क्वचित् कन्थाधारी, क्वचिदपि च दिव्यांबरधरो,
  मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम्॥
  સ્થિતપ્રજ્ઞને જ પ્રાધન્ય આપ્યું છે

 6. shriya said,

  January 2, 2009 @ 4:44 pm

  એકદમ નાનુ અર્થપૂર્ણ

 7. shriya said,

  January 2, 2009 @ 4:47 pm

  એકદમ નાનું છતાં ખુબજ અર્થપૂર્ણ કવિતા!! સરસ અનુવાદ!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment