હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

ઢૂકડાં લગ્નનું ગીત – નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !

-નિરંજન યાજ્ઞિક

લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…

5 Comments »

 1. નરેન્દ્ર બી.શિંગાળા said,

  December 27, 2008 @ 1:11 am

  મારું હોવું તે આજ કમળનું ફૂલ,
  અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
  સખી, આંગણિયે વાગે છે ઢોલ !

  શબ્દો વારમ્વાર ગણગણવા ગમે તેવા સુન્દર શબ્દો ની સંગાથે લગ્નગાળા ની મોસમ મા વાંચવા ની મજા પડી ગઇ

 2. Shah Pravinchandra Kasturchand said,

  December 27, 2008 @ 7:56 am

  નિરંજનભાઈએ “ઢોલ” સરસ વગાડ્યો.
  આવી કલા એમની પાસેથી શીખી લ્યો.

 3. pragnaju said,

  December 27, 2008 @ 9:40 am

  ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
  અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
  સખી, હૈડામાં વાગે છે ઢોલ !
  અ દ ભૂ ત અભિવ્યક્તી
  પ્રેમણા ભક્તિમા હરિની પણ આવી પ્રતિક્ષા હોય
  તો તેનો અણસાર તુરત થાય છે
  અમારા પડોશીની રચના યાદ આવી
  મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ તમે આવો ને,
  મારા ફેરાનાં મીંડાં ઘૂંટાય હે! રામ હવે આવો ને.
  મારું હોવું અભરખાનું ઝાડ કે રામ તમે આવો ને,
  મારી ફરતે અજંપાની વાડ હે !રામ હવે આવો ને.
  મારી છાતીમાં નોધારી ચીસ કે રામ તમે આવો ને,
  મેં તો સાચવીને રાખી છે રીસ હે! રામ તમે આવો ને.

  મારી આંખે ઉજાગરાનું જાળું કે રામ તમે આવોને,
  હું તો આવ્યાના ભણકારા પાળું હે! રામ તમે આવોને.
  છેડો આતમમાં મલ્હારી રાગ કે રામ તમે આવોને,
  મારા ઇંધણમાં ચાંપો રે આગ હે! રામ હવે આવોને.
  હવે જીવતર આ જૂના કથીર કે રામ તમે આવોને,
  મારી અંદરથી ખોવાણા પીર હે! રામ હવે આવોને.

 4. Urmi said,

  December 27, 2008 @ 1:11 pm

  મસ્ત મજાનું ગીત… જ્યારે આ ગીત વાંચુ ત્યારે લગ્નનાં ઢોલ સાંભળવાનું મન થઈ જાય છે… 🙂

  ર.પા.નું ‘લે બોલ હવે તુઁ… ” ગીત યાદ આવી ગયું…

  btw, Happy Birthday to Dear Dhavalbhai today…!

 5. MADHUSUDAN said,

  December 28, 2008 @ 5:30 am

  લોક ગિત યાદ તાજુ કરાવે તેવુ ગિત.
  મિત્રને ઇ મેલ કરવા કૈ રિતે ઇ મેલ કરવો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment