એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે, સખા !
ઊર્મિ

એક પ્રશ્નપત્ર – ઉદયન ઠક્કર

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

– ઉદયન ઠક્કર

9 Comments »

 1. PlanetSonal said,

  December 16, 2005 @ 2:07 am

  Khoob saras 🙂

 2. લયસ્તરો » ટચૂકડી જા X ખ - ઉદયન ઠક્કર said,

  July 28, 2006 @ 12:16 pm

  […] ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે. […]

 3. લયસ્તરો » ટચૂકડી જા X ખ - ઉદયન ઠક્કર said,

  August 3, 2006 @ 12:48 am

  […] ઉદયન ઠક્કર હંમેશ નવા પ્રયોગો કરતા જ રહે છે.આ ‘ટચૂકડી’ કવિતા એમણે લીડિયા સિગુર્નીની વેડફાયેલા સમય વિષેની પંક્તિઓ પરથી પ્રેરણા લઈને લખી છે. […]

 4. એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર « ઊર્મિનો સાગર said,

  April 27, 2007 @ 2:19 pm

  […] (આભાર લયસ્તરો) […]

 5. shriya said,

  July 17, 2007 @ 8:22 pm

  પ્રશ્નપત્ર વાંચવાની અને “solve” કરવાની મજા પડી ગઈ ઃ)

  શ્રીયા શાહ

 6. Yagnesh Mehta said,

  March 19, 2009 @ 2:04 am

  કાશ જીવન ની બધી પરીક્ષા ઓ આવીજ હોત……

 7. Yagnesh Mehta said,

  March 19, 2009 @ 2:05 am

  ખુબ સુદર રચના છે….અભીનન્દન…

 8. meena trivedi said,

  October 3, 2010 @ 9:27 am

  ઉદયન ની કવિતા અને બાલ્વાર્ત મઝનિ હોય ચ્હે. બહુ વર્શો પચ્હી નજરે પડિ .દ કરવુઃ એક હતો આમ્બો એક હતો આમ્બો, તાડ કહે હુન તારાથિ લામ્બો..

 9. r said,

  July 24, 2012 @ 9:06 am

  . નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો. great line

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment