હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.
- વિવેક મનહર ટેલર

આપણી યાદગાર ગઝલો : ૧૪ : પર્વતને નામે પથ્થર- ચિનુ મોદી

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’  (જન્મ: 30 સપ્ટેમ્બર, 1939)

ચિનુ મોદીની યાદગાર ગઝલ વિશે વિચારવાનું થાય તો ક્ષણાર્ધનાય વિલંબ વિના આ ગઝલ માનસપટ પર ઉભરી આવે. ખુદ ચિનુ મોદી ‘પ્રતિનિધિ ગુજરાતી ગઝલો’ના સંપાદનમાં આ તસ્બી ગઝલનું ચયન કરે છે. આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે. ગઝલના મિજાજને અનુરૂપ બે આવર્તનવાળા લયાત્મક છંદ (ગાગાલગા લગાગા X 2)ની પસંદગી, અને હમરદીફ-હમકાફિયા સ્વરૂપમાં ઘુંટાતો ચિનુ મોદીનો નવી ગઝલનો ઘેઘૂર અવાજ આ ગઝલને વધુ ને વધુ આસ્વાદ્ય બનાવે છે…

12 Comments »

  1. Pravin Shah said,

    December 11, 2008 @ 2:58 AM

    ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી…

    આંતર લય ખૂબ ગમ્યો.

  2. અનામી said,

    December 11, 2008 @ 3:24 AM

    આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
    ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

    …….ઈર્શાદ ..ઈર્શાદ!

    વિવેકભાઈએ કહેલી વાત તદ્દ્ન સાચી છે કે “આંસુ ઉપર નખનો ઘસરકો પડવાનું કલ્પન એ કદાચ ગુજરાતી ગઝલમાં નજાકતનું એવરેસ્ટ શિખર છે.”

  3. Urmi said,

    December 11, 2008 @ 8:42 AM

    અરે વાહ, આ જ છંદ આજકાલ મગજમાં ઘૂમરાયા કરે છે… 🙂

    ગઝલ વિશે કાંઈ કહેવાપણું જ નથી…

    આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
    ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

    આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
    મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

    આંસુ ઉપર નખની નિશાની થવાનું સાચે જ સુંદર કલ્પન છે…

    અને ડૉક્ટરસાહેબ, આ બંને અશઆરનો આસ્વાદ કરાવવાનું તમે મને ઘણા વખત પહેલા પ્રોમિસ આપ્યું હતુ, એ તમે ભૂલી ગયા લાગો છે !

  4. uravshi parekh said,

    December 11, 2008 @ 7:23 PM

    ક્યરેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
    થાકિ જવાનુ, કાયમ તલ્વાર તાણિ તાણી.
    અને
    આન્સુ ઉપર આ કોના નખ ની નીશાની છે.
    કેટલુ સરસ છે…

  5. varsha tanna said,

    December 13, 2008 @ 1:12 AM

    ખૂબ મઝો પડી ગયો આજે ગઝલ ને જાણી

  6. DR.GURUDATT THAKKAR said,

    December 21, 2008 @ 10:42 AM

    પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
    ’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

    –લાજવાબ અભિવ્યક્તિ….

  7. વત્સલ said,

    March 14, 2009 @ 8:07 AM

    ઇર્શાદ આપણે તો ઇશ્ર્વર ને નામે વાણી મારા ૧૦ મા ધોરણ નેી બોર્ડ નેી પરેીક્ષા મા પુછાયેલ ગઝલ ……..યાદ તાજી થઇ ગઇ વાહ વાહ ઇર્શાદ ઇર્શાદ

  8. tahamansuri said,

    September 29, 2009 @ 11:15 PM

    કવિશ્રી ચિનુમોદી સાહેબને તેમના જન્મદિને ખુબખુબ શુભેછ્છાઓ.

    ઠાઠ ભપકાઁ એ જ છે “ઇર્શાદ”ના,
    ઘર બળે તો તાપી લેવુ જોઇએ.

  9. વિવેક said,

    September 30, 2009 @ 2:35 AM

    કવિ શ્રી ચિનુ મોદીને લયસ્તરો તરફથી જન્મદિવસની હાર્દિક વધાઈઓ…

  10. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

    September 30, 2009 @ 2:22 PM

    આ.શ્રી ચિનુ મોદીને જન્મદિનની ખુબ ખુબ શૂભેચ્છાઓ….” ઓળખ” નાં એક અંકમાં આ ગઝલનો ખુદ શ્રી ચિનુ મોદીએ આસ્વાદ કરાવેલ હતો….

  11. devji solanki said,

    November 10, 2013 @ 10:52 PM

    આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
    મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી. ખુબ સુન્દર

  12. મનસુખભાઈ મકવાણા said,

    December 27, 2020 @ 10:56 AM

    ચીનુભાઈ ની આ રચના અવિસ્મરણીય છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment