અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બેફામ

ડેથ સર્ટિફિકેટ…! – એષા દાદાવાળા

પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!

-એષા દાદાવાળા

એ.દા.સૂરતની રહેવાસી છે. એની કવિતાઓ ‘કવિતા’ સહિત ઘણા મેગેઝીનોમાં પ્રગટ થઈ છે.

9 Comments »

  1. Atul said,

    May 30, 2006 @ 3:48 PM

    This poem touched me. Amazing!!

  2. nilamdoshi said,

    November 12, 2006 @ 9:34 AM

    આ કવિયત્રિના મે વાંચેલ બધા કાવ્યો અંતર સોંસરવા ઉતરી જાય છે.તેનું જ હમણા એક “પગફેરો” કાવ્ય વાંચ્યું ને આંખમાં આંસુ છલકાઇ આવ્યા.

  3. Jainish Bhagat said,

    September 11, 2007 @ 1:25 PM

    એશા દાદાવાળા ખુબ જ સુન્દર લખે ચ્હે.

    I like it so much

    Esha didi is Esha didi.

    Nobody can compare her

  4. Vrajesh Shah said,

    February 18, 2008 @ 4:33 AM

    Hai Esha…

    H r u ? These all r fine…

    Me also joined this same… Everytime i got new msg. from Dr.
    Where is ur teacher ?

    Still u have no time to talk ?

  5. jignesh hingu said,

    May 23, 2008 @ 9:39 AM

    એશા બીજી કવીતાઓ મુકો યાર
    તમે તો હ્રદય સ્પર્શી લખો છો દોસ્ત..
    જલ્દી થી બીજી મુકો અને અમારી માંગણી પુરી કરો..
    ધન્યવાદ

  6. DALWALA JITESH said,

    April 17, 2009 @ 2:55 AM

    આ કવ્યો ખુબ જ રદય સ્પર્શિ છે
    ખુબ ખુબ અભિનન્દન વર્તરો માતે

    divya bhaskar ma je blog nu list aavyu hatu tema tamaro etle k ESHA DADAWALA
    nu URL n hatu ????????????????

  7. kanchankumari parmar said,

    October 26, 2009 @ 1:48 AM

    ઝણ ઝણે તાર તારિ યાદ ના ….વિરમે કિયારે સુર આ વિશાદ ના……

  8. Bhavesh Jani said,

    February 8, 2010 @ 11:59 AM

    બહુ જ સરસ લખો છો!!

  9. vaghela sanketsinh said,

    July 25, 2010 @ 4:08 AM

    ખુબ સરસ. તમારિ કવિતા વાચિ ને ઘણા દિવસે રોયો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment