ઈશ્વરને પણ ભુલાવામાં નાંખી શકે છે,
માણસની જાત દોસ્ત, બડી નામચીન છે.
ભગવતીકુમાર શર્મા

ગુમાવીને – કિરણસિંહ ચૌહાણ

Mijaj- Kiran Chauhan

*

અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું દરિયો ઊઠાવીને !

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.

ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.

-કિરણસિંહ ચૌહાણ

‘સ્મરણોત્સવ’ પછી કિરણકુમાર ચૌહાણ એમનો બીજો ગઝલ સંગ્રહ ‘મિજાજ’ લઈને આવે છે. ગયા રવિવારે તા. 23-11-2008ના રોજ એમના આ સંગ્રહનો સુરત ખાતે લોકાર્પણ વિધિ થયો. આ નાનકડી પુસ્તિકાની 56 ગઝલોમાં કિરણકુમારનો મિજાજ સુપેરે વ્યક્ત થયો છે. બધી ગઝલો આસ્વાદ્ય થઈ છે અને કિરણકુમારની ગઝલોમાંનો લોકબોલીનો કાકુ, સરળતા વચ્ચે વસેલું વેધક ઊંડાણ અને છંદ-વૈવિધ્ય ફરીથી ઊડીને આંખે વળગે છે. આ સંગ્રહમાંની બે ગઝલ – ઘડિયાળની સાથે તથા ચલાવો છો આપ અગાઉ લયસ્તરો પર એમના પોતાના હસ્તાક્ષરમાં માણી ચૂક્યા છો.

કિરણકુમાર ચૌહાણને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

14 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    November 29, 2008 @ 1:58 AM

    પ્રથમ તો,
    કવિમીત્ર શ્રી કિરણ ચૌહાણને એમના “મિજાજ” માટે હાર્દિક અભિનંદન.
    પ્રસ્તુત ગઝલમાં ખુમારીની વાત જે રીતે રજુ થઈ છે એ સરાહનીય છે.
    આમ તો આખી ગઝલ જ ગમી પણ આ પંક્તિ ખાસ…..

    કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
    ગમે ત્યાં જઈ શકાતું હોય છે મસ્તક ઊઠાવીને.
    વાહ!

  2. અનામી said,

    November 29, 2008 @ 3:33 AM

    વાહ!

  3. kantilalkallaiwalla said,

    November 29, 2008 @ 5:34 AM

    Meaningful Ghazal. I did enjoy because……..

  4. Sandhya Bhatt said,

    November 29, 2008 @ 6:46 AM

    Liked your uprightness and clarity.Go ahead.

  5. pragnaju said,

    November 29, 2008 @ 11:47 AM

    હજી ઈશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
    બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

    ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
    હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.

    વાહ
    ાભિનંદન મિજાજ બદલ

  6. Dr.Vinod said,

    November 29, 2008 @ 1:17 PM

    કવિમિત્ર કિરણને અભિનંદન..સૂંદર રચના .ફોટા પડાવીન ઘણા ચાલ્યાજાય છે. મજા આવી ગઈ…

  7. uravshi parekh said,

    November 29, 2008 @ 9:22 PM

    અભીનન્દન….
    કાવ્ય સન્ગ્રહ ના જન્મોત્સવ પ્રસન્ગે.
    ઘણિ અર્થ સભર ગઝલ છે.
    કદિ અહેસાન લેવાનો મોટો ફાયદો અને હજી ઇશ્વર ને પામિ ના શકાયુ, સરસ છે.
    અને ઘણા આવિને ચાલ્યા જાય છે..ઘણી અર્થસભર છે.
    આભાર..

  8. sudhir patel said,

    November 30, 2008 @ 6:21 PM

    કિરણ ચૌહાણને દ્વિતીય ગઝલ-સંગ્રહના વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન!
    સુધીર પટેલ.

  9. DR ASHOK JAGANI said,

    December 2, 2008 @ 8:46 AM

    KIRANBHAI MORARIBAPUNAKARYAKRAM MA SURAT MA AVELA PUR VISHE KHUB SARAS GAZHAL SAMBHALAVELI

  10. Pinki said,

    December 3, 2008 @ 4:24 AM

    કિરણભાઈને દ્વિતીય ગઝલસંગ્રહ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

  11. rajni patel said,

    December 5, 2008 @ 7:36 AM

    hi, kiran c. hw r u. congrate u

  12. anil chavda said,

    July 19, 2009 @ 4:06 AM

    Hi Kiranbhi, Surtni Kavitanu Ajvalama Tamaro MIJAJ Nokho anokho 6 ho

  13. Abhijeet Pandya said,

    August 30, 2010 @ 12:00 PM

    ખુબ સરસ રચના. અિભનંદન.

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  14. Jigar said,

    April 2, 2016 @ 3:06 PM

    ભાઇ.. ભાઇ !
    પેલ્લે થી છેલ્લે લગી દિલધડક !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment