પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

ઘડિયાળની સાથે – કિરણસિંહ ચૌહાણ


(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)

રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.

બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.

મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.

સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.

તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

– કિરણસિંહ ચૌહાણ

ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).

13 Comments »

  1. jayshree said,

    July 14, 2007 @ 1:35 PM

    Thank You, વિવેકભાઇ…

    ઘડિયાળ વાળો શેર ખરેખર ગમી ગયો…. અને વાત પણ કેવી સાચી છે… દિવસ કલાક મોડો શરૂ થાય તો આખો દિવસ guilty feel થયા કરે… જાણે કે ઘડિયાળને તાલે ન ચાલીને કંઇક ખોટુ થઇ ગયું… !!

  2. ધવલ said,

    July 14, 2007 @ 3:18 PM

    રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
    બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.

    – બહુ મઝાનો શેર !

  3. ઊર્મિ said,

    July 14, 2007 @ 11:30 PM

    તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
    હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

    મસ્ત મજાનો ચોટદાર શેર… વાહ!!

    હારી વાત તો એકદમ હાચી હોઁ… “બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે”… ને પાછી અઈં તો છૂટાછેડાની યે બિલકુલ શક્યતા નથી…! 😀

  4. shaileshpandya BHINASH said,

    July 14, 2007 @ 11:47 PM

    very…nice……

  5. Jignesh said,

    July 15, 2007 @ 3:42 AM

    Gujarati Kavita ————- https://layastaro.com/?p=818

  6. સુરેશ જાની said,

    July 15, 2007 @ 4:19 AM

    વ્યસ્ત માનવો કે અસ્તવ્યસ્ત?
    બહુ જ સરસ અને સ્પર્શી જાય્બ તેવી રચના.

  7. હેમંત પુણેકર said,

    July 15, 2007 @ 6:51 AM

    વાહ વાહ! સુંદર ગઝલ! મક્તાના શેરમાં ચોટદાર વાત ધારદાર રીતે કરી છે. અતિસુંદર!

  8. harnish jani said,

    July 15, 2007 @ 10:32 AM

    ક્ષણે ક્ષણે જે રુપ બદલે,અએને ખુદા ન કહેવાય્
    જે કોઇને વફાદાર નથી, ઘડીયાળને પત્ની ન કહેવાય્
    સમયની સા’કડે બ”ધાયલી જી’દગીને ,
    જીવન વિતાવ્યુ’, જીવ્યુ’ ન કહેવાય્.

  9. Mukesh said,

    July 16, 2007 @ 2:59 AM

    very nice

  10. Viral said,

    July 18, 2007 @ 7:14 AM

    Nice Ghazal

    Thx
    Vivekbhai …….

  11. ghanshyam patel said,

    July 20, 2007 @ 1:14 PM

    very very nice because generel our life realities are showing in the gazal

  12. dharmesh Trivedi said,

    July 22, 2007 @ 3:51 PM

    રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
    બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.
    તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
    હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !

    વાહ વાહ અતિ ઉત્તમ વેધક રચના

  13. rajendra rana said,

    July 23, 2007 @ 8:20 AM

    વાહ વાહ શુ વાત છે.
    હ્દય ને ટચ કરી ગઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment