તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?
– અનિલ વાળા

(જીવ્યા) – દિનેશ કાનાણી

સાવ ટૂંકા પગારમાં જીવ્યા,
તોય કાયમ હકારમાં જીવ્યા.

ડગલે પગલે ઝૂકી ગયા જે લોક,
એ બધાયે ઉધારમાં જીવ્યા.

માત્ર પંખી ઊડે ગગનમાં બસ,
માણસો તો કતારમાં જીવ્યા.

રાત જેવી આ જિંદગી છે પણ,
ફૂલ જેવું સવારમાં જીવ્યા.

લીધું દીધું કરી કરી કાયમ,
મનની ઊંડી વખારમાં જીવ્યા.

– દિનેશ કાનાણી

લયસ્તરોના આંગણે કવિના નવા સંગ્રહ ‘ઋણાનુબંધ’ને હાર્દિક આવકાર…

અટપટી ભાષા અને અચંબિત કરનાર રૂપકોની ભરમાર વિના, સાવ સહજ-સાધ્ય ભાષામાં લખાતી સારી ગઝલોની યાદી કરવા બેસીએ તો આ ગઝ્લને અવશ્ય એમાં સ્થાન આપવું પડે. સરળ બાનીમાં આલેખાયેલ પાંચેય શેર ધ્યાનાર્હ થયા છે.

7 Comments »

  1. શૈલેશ ગઢવી said,

    January 11, 2025 @ 11:23 AM

    વાહ , શુભેચ્છાઓ,સ્વાગત 💐💐

  2. સુનીલ શાહ said,

    January 11, 2025 @ 12:37 PM

    મજાની અભિવ્યક્તિ
    કવિના નવા ગઝલસંગ્રહનું સ્વાગત છે.

  3. Ramesh Maru said,

    January 11, 2025 @ 3:14 PM

    વાહ…..

  4. ડો.મહેશ રાવલ said,

    January 13, 2025 @ 8:14 AM

    વાહ…ડો.વિવેકભાઈ
    આપની સાથે ૧૦૦% સંમત.
    સરસ શેર👌🏽
    મિત્ર કવિ દિનેશભાઈને નવતર ગઝલસંગ્રહ “ઋણાનુબંધ” બદલ ગઝલપૂર્વક અભિનંદન 💐

  5. Varij Luhar said,

    January 14, 2025 @ 4:56 PM

    વાહ..
    ‘ ઋણાનુબંધ ‘ ને આવકાર અભિનંદન શુભકામનાઓ

  6. Vrajesh said,

    January 16, 2025 @ 3:52 PM

    વાહ

  7. આરતી સોની said,

    February 7, 2025 @ 3:45 AM

    વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment