માણસથી મોટું તીર્થ નથી કોઈ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે મારાથી કર શરૂ.
રમેશ પારેખ

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

જેટલા સુંદર, સુઘડ ને સ્વચ્છ બાહર,
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.

હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.

જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.

– હર્ષ બ્રહ્મભટ્ટ

કવિઓને ખાલી રડતાં જ આવડે એવું મહેણું ભાંગવું હોય તો આ ગઝલ સામે ધરવી.

17 Comments »

  1. ડૉ. મહેશ રાવલ said,

    July 14, 2011 @ 3:43 AM

    અમદાવાદ દૂરદર્શનના કાર્યક્રમ “કવિ કહે…”માં સાથી કવિ તરીકે સ્ટેજ પર બેસીને, કવિશ્રી હર્ષભાઈને આ ગઝલ પઠન કરતાં સાંભળવાનો લાભ મળ્યો હતો….ખૂબ સુંદર ગઝલ બની છે એમાંય અંતિમ શેર બહુ ગમ્યો.
    કવિશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન.

  2. Hasmukh Barot said,

    July 14, 2011 @ 5:24 AM

    sundar ati sundar !

  3. Rina said,

    July 14, 2011 @ 6:27 AM

    inspiring……lovely….

  4. Kalpana said,

    July 14, 2011 @ 10:14 AM

    ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ. સરસ. અન્દર બહારથી સ્વચ્છ સુઘડ થઈએ પછી એ જગાને મહેકતી કરીએ. વાહ! કવિએ એકેએક કડી સુન્દર સ્વચ્છ સુઘડ મહેકતી કરી. અભિનંદન.
    આભાર.

  5. ધવલ said,

    July 14, 2011 @ 10:23 AM

    હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
    ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

    – સરસ !

  6. urvashi parekh said,

    July 14, 2011 @ 12:37 PM

    સરસ અને અર્થસભર રચના.

  7. Devika Dhruva said,

    July 14, 2011 @ 12:37 PM

    પોઝીટીવ વિચારોના આચરણ તરફ દોરી જતી આ ગઝલ પ્રેરણાદાયી ખરી જ.

  8. DHRUTI MODI said,

    July 14, 2011 @ 5:05 PM

    ખરેખર ખૂબ જ સુંદર ગઝલ. હકારાત્મક્તા સાથે જીવવું ઍ જ સાચું જીવન છે.

  9. P Shah said,

    July 14, 2011 @ 11:25 PM

    ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ…

    સુંદર રચના !

  10. Maheshchandra Naik said,

    July 14, 2011 @ 11:37 PM

    કવિશ્રી હર્ષભાઈને ખુબ ખુબ અભિનદન્……………સરસ ગઝલ અને બધા જ શૅર લાજવાબ, અફ્લાતુન ………….આપનો આભાર…………

  11. Rakesh Thakkar said,

    July 15, 2011 @ 1:02 AM

    સરસ
    હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
    ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

  12. Sudhir Patel said,

    July 15, 2011 @ 4:50 PM

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. Praful Vaja said,

    July 16, 2011 @ 4:28 AM

    ેખ્બુજ સરસ્

  14. રૂપેન પટેલ said,

    July 19, 2011 @ 12:06 AM

    આવનારી સૌ ખુશીની વાત કરીએ,
    એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
    સરસ ખુશીની રચના છે .
    વાચકો માટે ખુશીની વાત કરીએ તો , કવિ હર્ષ બ્રહ્નભટ્ટને વર્ષ-૨૦૦૯ માટેનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે .

  15. Shailesh Patel said,

    July 20, 2011 @ 3:19 AM

    Harshbhai, its a nice poem

  16. nilam doshi said,

    September 22, 2011 @ 11:41 AM

    ખુશેી ખુશેીથેી માણવેી ગમે એવેી કવિતા.આભિનઁદન્..

  17. kantilal babulal sopariwala said,

    January 25, 2025 @ 10:09 AM

    કવિ ખાલી દુઃખ દર્દ ને ગામ માટે નથી સર્જાયા
    કવિ તો જીવન આનંદ ના ઉદ્ધારક પણ છે ભલે
    સમય બદલાયો પણ કાવ્યો ને ચાતક નયન થી
    રાહ જોનારા ચાહકો પણ છે કવિ ની કલમ થી
    નીતરતી લાગણીયો થી ચાહક વર્ગ આજે પણ
    મંત્રમુગ્ધ રહેછે ને સમાજ જીવન સાથે જોડાયેલા
    પણ રહેછે સાંસારીક વેદના ચાહે ગમે તેટલી હોય
    પણ કવિ ની કલમ પોતાનું ધાર્યું કરીને જ રહેછે
    કે બી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment