‘ઈર્શાદ’ એટલે તો હું જલ્દી નહીં મરું,
મારા તમામ ચોપડે બાકી હિસાબ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાબુભાઈની ગાડી – વિવેક મનહર ટેલર


(……                     …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

.

(“મનુભાઈની મોટર ચાલી પમ્..પમ્..પમ્..”ના ઢાળમાં)

સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

ફીણના ધુમાડા ને પાણીનું પેટ્રોલ,
સ્ટીઅરીંગ મળે નહીં બસ, પપ્પાનો કંટ્રોલ;
ઑટૉમેટિક બ્રેક છે….ચૂઉંઉંઉંઉં..(2)
ઑટૉમેટિક બ્રેક છે ને છે એક્સીલરેટર…
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

હાથપગની ગલીઓમાં મેલના છે બમ્પર,
સાબુભાઈની ગાડીમાં મજબૂત છે જમ્પર;
પૈડા મળે નહીં… ફૂરરરર…(2)
પૈડા મળે નહીં તો ક્યાંથી પડે પંક્ચર ?
સાબુભાઈની ગાડી ચાલી સરરરર….સરરરર…સરરરર…(2)

-વિવેક મનહર ટેલર

(આજે ચૌદ નવેમ્બર, બાળદિન અને મારા લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠ પણ… એટલે લયસ્તરોના મિત્રોને માટે એક બાળગીત… પણ હા, આ ગીત વાંચવાની મનાઈ છે. આ ગીત આજે બાળદિન નિમિત્તે ફરજિયાત તમારા બાળકને ગાઈ સંભળાવવાનું રહેશે.)

11 Comments »

 1. Mansi Shah said,

  November 14, 2008 @ 2:12 am

  એકદમ મસ્ત ગીત! પણ આજના પોકેમોન, પિકાચુ,પાવર રેન્જર કે બેન ટેનના જમાનામાં કદાચ મમ્મી પપ્પા તો ગાઈ પણ લે પણ બાળકોને એ સાંભળવાનો ટાઈમ મળશે કે કેમ કે પછી સાંભળવાની ઈચ્છા રહેશે કે નહીં એ પણ પ્રશ્ન છે.

  A very very Happy & Enjoyable Birthday to Swayam!

 2. Jina said,

  November 14, 2008 @ 3:05 am

  🙂

 3. Jina said,

  November 14, 2008 @ 3:05 am

  Happy Birthday Swayam!!!

 4. Pinki said,

  November 14, 2008 @ 3:36 am

  સ્વયં નામનું પતંગિયું આજે વૅબમહેફિલ પર પણ ઉડે છે.

  જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

  બે પૉસ્ટ જોઈ હું પણ મૂંઝાયેલી કે wish કેવી રીતે કરું ?
  anyways……. again Happy Birthday

 5. જય ત્રિવેદી said,

  November 14, 2008 @ 3:42 am

  બાળદિન અને લાડલા સ્વયમ્ ની વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છા
  આ એકદમ મસ્ત ગીત ગાવાનો પ્રયત્ન જરુર કરીશું,
  બાળકોને જરુર ગમશે.

 6. Paresh Gajjar said,

  November 14, 2008 @ 9:05 am

  ખૂબ જ સરસ. સાંભળીને નાનાં તો શું મોટેરા પણ ઝૂમવા માંડશે!

 7. sudhir patel said,

  November 14, 2008 @ 9:30 am

  Very Happy Birthday to Dear Swayam!
  Sudhir Patel.

 8. Bina Trivedi said,

  November 14, 2008 @ 10:05 am

  Very very Happy Birthday to Dear Swayam! શતમ્ જિવ શરદઃ બિના

 9. pragnaju said,

  November 14, 2008 @ 2:38 pm

  સ્વયંને જન્મદિન મુબારક અને સૌને બાળદિનના અભિનંદન
  ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટીન ડે અને બરોબર ૯ મહીને બાળદિન
  ફરી માણવાનું ગમે તેવું બાળગીત્

 10. Jayshree said,

  November 14, 2008 @ 6:53 pm

  મસ્ત મઝાનું ગીત… તમારા ઘણા બધા ગીતો અને ગઝલો મને રેકોર્ડ કરાવવાનું મન થાય છે… આ પણ એમાનું એક.

 11. uravshi parekh said,

  November 14, 2008 @ 9:16 pm

  very happy birthday swayam.
  saras majanu geet pappa taraf thi vahala dikra ne bhet.
  yaad rahi jay tevi bhet.
  ghanu gamyu.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment