કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી !
મનુભાઈ ત્રિવેદી 'સરોદ'

ગાંધી-વિશેષ:૧: ગાંધી જયંતી – નાથાલાલ દવે

તાત તુજ જ્યોત નિર્મલ જગે ઝળહળે,
મનુજના દિલદિલે દીપ તારો જલે,
જીવનની વેલ નવપલ્લવે પાંગરે,
સર્વ માંગલ્ય તુજ સાધનાના બળે.
તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
ભીંજવી તેં કીધી આર્દ્ર કરુણાજલે.
તાત તારે પદે નમ્ર હો વંદના,
સ્વપ્ન તારાં, બને એ જ અમ સાધના,
સકલ પુરુષાર્થ અમ તે નિરંતર બનો
તુજ આદેશની મૂક આરાધના.

-નાથાલાલ દવે

આજે ગાંધીજયંતીના વિશેષ અવસરે ત્રણ કાવ્યોનું એક નાનકડું બીલીપત્ર…

શંકરની પેઠે જાતે ઝેર પીને પણ જગતને પ્રેમ,અહિંસા અને સત્યનું અમૃતપાન કરાવનાર આવો વીરલો જવલ્લે જ પાકે છે. છેલ્લા સો-સવાસો વર્ષનો ભારતનો ઇતિહાસ એના પ્રતાપે દસ મહાભારત લખવા પડે એવો ભવ્ય થયો છે…  ઝુલણા છંદના ‘ગાલગા’ના આવર્તનોના કારણે આ સૉનેટ સ-રસ રીતે લયબદ્ધ પણ થયું છે.

9 Comments »

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 2, 2009 @ 5:18 AM

    ગાંધીએ સર્જેલી શુભ આંધી હજુ શમી નથી.
    પાછળથી ખોટી ફૂંકો મારનારા ચાલ્યા જશે.
    પછી ઊતરશે શુભ ઉષા,વસંતો,વાદળો ચંદ્ર
    ને સૂર્ય કોટિ સુખનો ઝગમગશે અખિલ જગે.

  2. pragnaju said,

    October 2, 2009 @ 5:24 AM

    તેં પીધાં ગરલ, આપ્યાં જગતને અમી,
    સત્ય વિજયી થયું, પાપ-આંધી શમી,
    વિસ્તરી આત્મની શાંત નિર્મલ પ્રભા.
    માનવી-હૃદયની તપ્ત જે મરુભૂમિ
    ભાવભીની અભિવ્યક્તી
    યાદ આવી
    સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,
    શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
    તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
    હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
    આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

  3. sapana said,

    October 2, 2009 @ 9:20 AM

    ગાંધીજીને મારી શ્રધાંજલી આજના દિવસે.
    સપના

  4. Kirtikant Purohit said,

    October 2, 2009 @ 11:25 AM

    બહુ જ સરસ.appropriate.

  5. ધવલ said,

    October 2, 2009 @ 11:26 AM

    સુંદર !

  6. sudhir patel said,

    October 2, 2009 @ 7:26 PM

    ત્રણેય સરસ ગાંધી-કાવ્યો!
    સૌને ગાંધી-જયંત મુબારક અને સાચા અર્થમાં સૌને ફળે એવી પ્રાર્થના.
    સુધીર પટેલ.

  7. kanchankumari parmar said,

    October 3, 2009 @ 2:25 PM

    હતો પ્રકાશ તિયારે અંધારુ ના ઓગળ્યુ ;હવે નથિ પ્રકાશ તિયારે અજવાળુ કિંયા શોધવુ?

  8. Pushpakant Talati said,

    October 4, 2009 @ 6:21 AM

    ગાંધીએ સર્જેલી શુભ આંધી હજુ શમી નથી.
    પાછળથી ખોટી ફૂંકો મારનારા ચાલ્યા જશે.
    પછી ઊતરશે શુભ ઉષા,વસંતો,વાદળો ચંદ્ર
    ને સૂર્ય કોટિ સુખનો ઝગમગશે અખિલ જગે.

    વાહ, મુરબ્બી શ્રી પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ ની ઉપરોક્ત લીટીઓ ખરેખર ગમી ગઈ. સુન્દર પ્રકારે લખાયેલી આ લીટીઓ એક પોઝીટીવ એટીટ્યુડ તથા હકારાત્મક વલણ આપે છે. – કહેવાય છે કે આશા અમર છે – તો આપણે પણ શ્રી ગાન્ધીજી ના મુલ્યો ઉપર સમ્પુર્ણ વિશ્વાશ રાખી અને તેના ઉપરની શ્રધ્ધા ન જ છોડવી જોઇએ. કારણ કે ઃ- પાછળથી ખોટી ફૂંકો મારનારા ચાલ્યા જશે – અને – પછી ઊતરશે શુભ ઉષા,વસંતો,વાદળો ચંદ્ર ને કોટિ-કોટિ સુર્યો – અને તેના ઝગમગાટે અખિલ વિશ્વ જાગશે . આ મારો અટલ ભરોન્સો છે.

  9. prabhat chavda said,

    September 30, 2010 @ 1:37 AM

    gandhiji ATYAR NA SAMAY NA KRISN PACHHI AVTARI PURUSH

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment