તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
મુસાફિર પાલનપુરી

યાદ તવ નિતરે સખા… – ઊર્મિ

વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.

એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.

શ્વાસના ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!

શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!

જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!

ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…

-’ઊર્મિ’

ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત અને લાડકી બનેલી ઊર્મિનો આજે જન્મદિવસ છે. એની જ એક ગઝલ આજે લયસ્તરો પર જન્મદિવસની એક નાનકડી ભેટ તરીકે. ગંગાનું અવતરણ થતું હોય એમ ધસમસતી યાદોના પ્રપાતમાં શબ્દોનું ખાલીખમ થઈ જવું સ્વાભાવિક છે અને જ્યારે શબ્દ સાવ ખાલી થઈ જાય છે ત્યારે વરસાદ વરસી ગયા પછીના આભ જેવું સ્વચ્છ મૌન બહેકી ઊઠે છે. આવી મદમસ્ત યાદો નિતરતી હોય ત્યારે કાગળ પર જે કંઈ શબ્દ-ચિત્ર દોરાતા હોય છે એ જ તો છે સાચી કવિતા…

વર્ષગાંઠ મુબારક હો, ઊર્મિ!

15 Comments »

 1. Jina said,

  September 18, 2008 @ 3:57 am

  HAPPY BIRTHDAY URMI!!!!!

 2. Niraj said,

  September 18, 2008 @ 8:08 am

  ઊર્મિબેન ની ગઝલ ટહુકો પર પણ માણવા મળી.. Many Many Happy Returns of the day Urmi..

 3. preetam lakhlani said,

  September 18, 2008 @ 8:48 am

  પ્રિય, ઉર્મિ સાગર ન્રે થોબા ભરિ ને જન્મ દિન મુબારક …

 4. sudhir patel said,

  September 18, 2008 @ 8:56 am

  Dear Urmi,

  Very Happy Birthday and welcome to super September’s Club!!
  Sudhir Patel.

 5. Jayshree said,

  September 18, 2008 @ 12:19 pm

  ઊર્મિની મારી ઘણી ગમતી ગઝલોમાંની એક… એકદમ સરળ શબ્દોમાં કેવી સુંદર રજુઆત..

  શ્વાસના ઉત્પાતમાં,
  તું સતત મહેંકે સખા!

  ક્યાં લખું છું કાવ્ય કોઈ!
  યાદ તવ નિતરે સખા…

  Once again, Happy Birthday Bena… I wish I could be there to bake a cake for you 🙂

 6. ડૉ. મહેશ રાવલ said,

  September 18, 2008 @ 2:02 pm

  જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ………ઊર્મિ….!

 7. Harshad Jangla said,

  September 18, 2008 @ 2:33 pm

  ઉર્મિ બહેન
  જન્મદિન મુબારક

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા , યુએસએ

 8. pragnaju said,

  September 18, 2008 @ 2:33 pm

  આજે ત્રીજીવાર જન્મદિનની શુભેચ્છાઓ
  લે બેન તારાને તારા કાવ્યથી
  ક્યાં લખું છું કાવ્ય કોઈ!
  યાદ તવ નિતરે સખા…

 9. ધવલ said,

  September 18, 2008 @ 10:22 pm

  ‘સખા’ શબ્દ જ સરસ છે. અર્જુને કૃષ્ણ માટે વાપરેલો … ત્યાંથી માંડીને કાલેલકરે મૃત્યુ માટે વાપરેલો… ગઝલ તો ઊર્મિની શ્રેષ્ઠ ગઝલમાંથી એક છે. વર્ષને એક જ ગાંઠથી ગણવાનું હોય આ ગઝલ કરતા રૂપાળી ગાંઠ મળવાની કોઈ શક્યતા નથી !

 10. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

  September 19, 2008 @ 8:10 am

  સખા, ક્યારેક તો લાગીશું આપણે બન્ને સરખાં
  ત્યારે ફરી મળવાં મારીશું આપણે બન્ને વલખાં…

  ઊર્મિબેન, તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાઓ એવી જ પ્રાર્થના ને અમારા જેવા સાહિત્ય ભુખ્યાને તમે પકવાન પિરસતા રહો એવી પ્રાર્થના!

  જન્મદિન મુબારક !!
  નટવર મહેતા

 11. ભાવના શુક્લ said,

  September 19, 2008 @ 4:22 pm

  વહાલી ઊર્મી ને તેના ઊર્મી કાવ્યો જેવી ઊર્મીથી લથબથતી જન્મદિનની અનેક અનેક શુભકામનાઓ… એક દિવસ મોડી પણ એટલીજ (૨૪ કલાકમા ઊમેરાયેલી) વધુ પળો ભરીને…

 12. મન્સૂરી તાહા said,

  September 20, 2008 @ 12:08 am

  જન્મદિનની ઘણી ઘણી શુભેચ્છાઓ ઊર્મિબેન્,
  તુમ જીયો હજારો સાલ,સાલ કે દિન હો પચાસ હજાર.

 13. ઊર્મિ said,

  September 20, 2008 @ 2:02 pm

  મિત્રો… આપ સૌની શુભેચ્છાઓ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર…!

 14. Ramesh Patel said,

  September 21, 2008 @ 12:09 am

  ઉર્મીથી છલકતું હૈયુ સદા ભાવથી ગૂંજતું રહે,એવી શુભેચ્છા આપના જન્મ દિવસે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 15. Dr. Jitendra Patel said,

  September 22, 2008 @ 4:56 pm

  Our lovin’ dear Urmi,
  HAPPY BIRTHDAY TO YOU..MANY…MANY….MANY HAPPY RETURNS OF THE DAY…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment