એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
હર્ષા દવે

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting
(…             …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…          …)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:

રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.

8 Comments »

 1. Pinki said,

  July 26, 2008 @ 5:28 am

  અદ્.ભૂત પ્રયોગ……
  સંગીત અને ચિત્રની જુગલબંદી તો પ્રત્યક્ષ નિહાળવાનો
  મોકો મળેલો…. (નયનેશ જાની અને કનુ પટેલ)

  રંગ અને રેખાને શબ્દશઃ વાચા ફૂટી……

 2. pragnaju said,

  July 26, 2008 @ 9:28 am

  મહેશ-નયનની જુગલબંધીનો મઝાનો પ્રયોગ
  ‘દિલ હૂમ-હૂમ કરે …’।આ ગીત ગાયા બાદ બુપેને કહ્યું હતું કે ‘એબ્સટ્રેક્ટ પેંટિંગ્સ હોય, એબ્સટ્રેક્ટ ફિલ્મ હોય, તો આવું એબ્સટ્રેક્ટ ગીત કેમ ન હોય? …’। ત્યારબાદ – ‘વિમૂર્ત મોર નિશાતિ જેન મૌનતાર સૂતારે બોવપા એખનિ નીલા ચાદર …’એવા જ એબ્સટ્રેક્ટ ચિત્ર પાસે ગાયું!ત્યાર બાદ કોમ્પુટર-ઈન્ટરનેટથી વિશ્વ માટે આ ગાયું- ‘આમિ એખનરે નાવરે યાત્રી, આમિ યાત્રી એખનરે નાવરે
  એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
  ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
  વાહ
  ઉનાળાની આકરી બપોર પછી સમી સાંજની શીતળ લહેરો બહુ મીઠી લાગે છે. -આવી શીળી લહેરમાં ડૂબી જઈ તળીએ એકાંત માણીએ…

 3. vijay shah said,

  July 26, 2008 @ 10:01 am

  આવો જ પ્રયોગ માર્ચ ૨૦૦૮માં હ્યુસ્ટન ખાતે થયો હતો.
  http://gujaratisahityasarita.wordpress.com/2008/03/20/march-bethak/
  જે ધવલભાઈની વાતને પૂર્તી આપે છેકે લલિત કલાઓ આમ તો એકંદરે મા જણી બહેનો જ છે. તેઓ વિચારો ને પ્રગટ કરવાનાં જુદા જુદા માધ્યમો છે.

 4. vijay shah said,

  July 26, 2008 @ 10:04 am

  વધારે વિગ્તો આ લિન્કમાં છે
  http://vijayshah.gujaratisahityasarita.org/2008/03/04/rang-chitrona-ne-kalpanaanaa-hilole-chadhyaa/
  આભાર.

 5. ડો.મહેશ રાવલ said,

  July 26, 2008 @ 2:09 pm

  ચિત્રાંકન કરતી એક-એક રેખા,ગઝલના છંદની રવાની સાથે સુંદર જુગલબંધી કરતી જણાય છે.
  કવિ શ્રી નયન દેસાઈની કસાયેલ,બળુકી કલમ શબ્દ પાસે ધાર્યું કામ લઈ શકી છે.
  બન્ને કસબીઓને અભિનંદન !

 6. mahesh Dalal said,

  July 27, 2008 @ 2:07 pm

  નયન્ભૈ ને અભિનન્દન્..નવો વલાન્ક આપવા બદલ્…

 7. Mansuri Taha said,

  July 28, 2008 @ 2:58 am

  બહુ જ સરસ પ્રયોગ છે.
  ગઝલ ક્ષેત્રે જે નવા-નવા પ્રયોગો થઇ રહ્યા છે તે ઘણા આવકારદાયક છે.
  એક સમયે આવા નવા પ્રયોગો ફક્ત “રે મઠ”ના કવિઓ કરતા હતાં.

 8. 'ISHQ'PALANPURI said,

  July 30, 2008 @ 1:05 am

  બહુ જ સરસ WAH WAH……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment