છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.
વિવેક મનહર ટેલર

છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથો નકાર છોડી દે.

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.

– નીતિન વડગામા

સહજની સ્તુતિ કરતી, સરળ, સ્વયંસ્પષ્ટ ગઝલ.

9 Comments »

  1. Jayshree said,

    July 23, 2008 @ 12:15 PM

    મને છેલ્લા ૨ શેર તો બહુ જ ગમ્યા…

    છેડછાડ ઝાઝી તું રહેવા દે,
    સ્હેજ છેડીને તાર છોડી દે.

    પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
    શબ્દની સારવાર છોડી દે.

  2. Dilipkumar K. Bhatt said,

    July 23, 2008 @ 1:41 PM

    સારુ છે કે આ કવ્ય કોઇ ગમડિયો નહી વાન્ચે નહિતો છોડિયો નો પાર ન રહે! ખુબજ સરસ.

  3. pragnaju said,

    July 23, 2008 @ 1:52 PM

    મઝાની ગઝલ્
    પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
    શબ્દની સારવાર છોડી દે.
    સરસ
    ડો.મહેશ કહે છે તેમ્
    અતળ છે આજપણ ગઈકાલ જેમજ મન,મનુષ્યોનાં
    નહીં કેમેય તળ આવે,નકામી જીદ છોડી દે !

  4. ડો.મહેશ રાવલ said,

    July 23, 2008 @ 2:50 PM

    શ્રી નીતિન વડગામાની સહજ શૈલી રહી છે કે તેઓ ગઝલયત નિપજાવી શકે છે,વિષય ગમે તે હોય!
    સુંદર ગઝલ -અભિનંદન

  5. Mansuri Taha said,

    July 23, 2008 @ 11:02 PM

    પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
    શબ્દની સારવાર છોડી દે.
    શ્રી નીતિન વડગામાની બહુ જ સરસ રચના.

    જયશ્રી ભક્તા સાચું જ કહે છે કે લયસ્તરોના સાગરમાં જેટલી વાર ડુબકી મારો
    તેટલી વાર એક નવું મોતી મળે.

    ઉર્દૂ કવિ ફિરાક ગોરખપુરીનો એક શેર યાદ આવે છે,

    “હજાર બાર ઝમાના ઇધરસે ગુઝરા હૈ,
    નઇ-નઇ સી હૈ કુછ તેરી રહગુઝર ફીર ભી.”

  6. વિવેક said,

    July 24, 2008 @ 1:36 AM

    નખશિખ સુંદર ગઝલ. ટૂંકી બહેર અને પ્રલં…બ વિસ્તાર !

  7. Jina said,

    July 24, 2008 @ 2:28 AM

    આપમેળે જ આવી મળશે એ,
    અહર્નિશ એના વિચાર છોડી દે

    ખૂબ સરસ…

  8. Jayesh Bhatt said,

    July 24, 2008 @ 3:30 AM

    સરસ અને સુન્દર ન સમજાયઆ એવુ કશુજ નહિ બધુજ સરળ સહજ અને સ્વયમ્ભુ.
    જયેશ

  9. devika dhruva said,

    July 24, 2008 @ 10:47 AM

    સીધી, સાદી, સરળ આને સાચી રચના.ગમી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment