ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
ઉદયન ઠક્કર

સાધુ – અશોકપુરી ગોસ્વામી

જીવવું ઊંઘું જાગું સાધુ;
શું ભિક્ષામાં લાવું ? સાધુ.

ભૂખ હજી પણ ક્યાં ભાગે છે ?
સપનામાં જ્યમ ખાધું સાધુ.

ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં
ના, નહીં ઘરથી ભાગુ સાધુ.

અડધો કોરો, અડધો ભીનો
કેમ મને હું લાગુ ? સાધુ.

ત્યાગ્યાનો અહંકાર આવશે,
ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.

જેમ અચાનક નીકળી ગ્યો’તો;
એમ અચાનક આવું સાધુ.

– અશોકપુરી ગોસ્વામી

ગઝલ સાધુ (એટલે કે સજ્જન)ને સંબોધીને લખી છે. આસક્તિની સિમાને વળોટી જવા મથતા મનની મૂંઝવણ આ ગઝલમાં આવી છે. અને એ માધ્યમથી એ આપણને પોતાની સિમાઓથી વધારે અવગત કરી જાય છે.  ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં / ના, નહીં ઘરથી ભાગું સાધુ અને ત્યાગ્યાનો અહંકાર આવશે /ત્યાગું તો શું ત્યાગું ? સાધુ – બન્ને શેર તરત દિલને અડકી જાય છે. 

8 Comments »

 1. pragnaju said,

  June 17, 2008 @ 3:30 pm

  ત્યાગ્યાનો અહંકાર આવશે,
  ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.
  કેટલી સરસ રીતે મનની સ્થિતી વર્ણવી છે!ગાંધીજીએ પણ કહ્યું છે ઃ ‘કામ કરવા છતાં એનો ભાર ન લાગે તે અનાસક્તિનું રૂપ છે.’
  લોકોક્તિ છે ” યોગી કોનો મિત્ર હોય છે ?’ જેને કશું જ વળગતું નથી. જે બધે જ છે, પણ ક્યાંય નથી. જે સૌનો છે, પણ કોઈનો નથી.

 2. Pravin Shah said,

  June 17, 2008 @ 11:48 pm

  આસક્તિની સિમાને ઓળંગી જવા મથતું મન!

 3. વિવેક said,

  June 18, 2008 @ 1:50 am

  મજાની ગઝલ… વાત ભલે સાધુને સંબોધીને થઈ છે, ચોટ આપણા કલેજે વાગે છે…

 4. ચાંદસૂરજ said,

  June 18, 2008 @ 5:00 am

  કેટલું સચોટ! અનુરાગી મનની મુક્તિ એટલી આસન તો નથી જ! સર્વ ત્યજવા પછી પણ સાધુ મન ભિક્ષાપાત્રમાં ભરાય જાય છે એવું પણ બને છે.

 5. RAZIA MIRZA said,

  June 18, 2008 @ 5:57 am

  સુંદર ,અદ્ભુત રચના

 6. ઊર્મિ said,

  June 18, 2008 @ 3:12 pm

  અંતરને સ્પર્શી જતી સરળ અને ચોટદાર ગઝલ…

 7. Nehal Shah said,

  July 2, 2008 @ 10:25 am

  ચાઁદ અને સુરજ યે સુરજ ભલે હી ગર્મ હૈ પર સબકો રોશની દેતા હૈ યે ચાઁદ ભી અજીબ હૈ, જો કભી થોડા તો કભી કમ દીખતા હૈ શાયદ ઈસીલીયે હર ખુબસુરત ચહેરે કો ચાઁદ કહેતે હૈ, કયોકી હર ખુબસુરત ચહેરા કભી ખુશી તો કભી ગમ દેતા હૈ, કભી પાસ તો કભી દુર હોતા હૈ કભી વફ કરતા હૈ ઓ કભી બેવફા હોતા હૈ……….નેહલ

 8. Mansuri Taha said,

  July 25, 2008 @ 12:13 am

  એકદમ ચોટદાર ગઝલ.

  અશોકપુરી ગોસ્વામીનો મને બહુ ગમતો એક શેર
  “પોટાશ જેવો આજ નો આ વર્તમાન છે,
  ને કમનસીબે આપણી રૂ ની દુકાન છે.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment