શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.
મનહરલાલ ચોક્સી

કો મળતું નથી – અશ્વિન ચંદારાણા

શૈશવે છુટી ગયું, એ ફેર કો મળતું નથી,
આપણે મળતા હતાં, એ પેર કો મળતું નથી.

હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..

બાવળોની વારસાઈ ભોગવું છું પ્રેમથી,
આમ્રફળ ઉગવા સમું નાઘેર કો મળતું નથી.

ભોગળો ભીડી સબંધોના કમાડો બેસશે,
હાથ ફેલાવી સમાવે, શહેર કો મળતું નથી.

કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.

પોતપોતાની પીડા વીંટી બધાં ફરતાં અહીં,
તારનારું કુળ એકોતેર કો મળતું નથી.

– અશ્વિન ચંદારાણા

વડોદરાના કવિ અશ્વિન ચંદારાણાને પહેલવહેલીવાર મહુવાના અસ્મિતાપર્વમાં મળવાનું થયું. ઘાસમાં આડા પડીને ચંદ્રની શીતળ ચાંદનીમાં એમની રચનાઓ સાંભળવાનું થયું. પહેલી મુલાકાતમાં પ્રેમ થઈ જાય એવા આ માણસની કાવ્યરચનાઓ પણ એવી જ રસાળ હોય છે. અભિવ્યક્તિની નવીનતા અને અગાઉ ન વપરાયા હોય એવા કાફિયા પ્રયોજવાની એમની હથોટી કાબિલે-દાદ છે. પેર-એકોતેર-નાઘેર જેવા કાફિયા ગુજરાતી ગઝલમાં કદાચ જ વપરાયા હશે…

નાઘેર શબ્દ કેટલા વરસે વાંચ્યો ! નાઘેર એટલે સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની આજુબાજુનો ફળદ્રુપ વિસ્તાર. કવિ નાનાલાલની એક રચનામાં એનો આ રીતે ઉલ્લેખ છે:

લીલી નાઘેર છે ત્યહાં,
સુભગ ઢળકતી સાડીની કોર શી,
ને એ કોરે બુટ્ટીના કો
લીલમ સરીખડું છે ચોરવાડ.

14 Comments »

 1. Pinki said,

  June 12, 2008 @ 1:04 am

  ભોગળો ભીડી સબંધોના કમાડો બેસશે,
  હાથ ફેલાવી સમાવે, શહેર કો મળતું નથી.

  કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
  ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.

  સુંદર લાચારી….!!

 2. nilamdoshi said,

  June 12, 2008 @ 7:49 am

  અશ્વિનભાઇ અભિનન્દન ..હમેશ મુજબ સુન્દર રચના….હવે તો જામનગરમાઁ તમને અને વડોદરામાઁ મીનાક્ષીબહેન…બઁનેને વધુ સમય મળતો હશે..અને વધારે લખાતુઁ હશે જ.

 3. ધવલ said,

  June 12, 2008 @ 8:39 am

  કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
  ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.

  – સરસ !

 4. pragnaju said,

  June 12, 2008 @ 9:20 am

  સુંદર ગઝલ-આ પંક્તીઓ ગમી
  બાવળોની વારસાઈ ભોગવું છું પ્રેમથી,
  આમ્રફળ ઉગવા સમું નાઘેર કો મળતું નથી.
  જ્યારે પણ દેશમાં જઈએ ત્યારે-અત્યંત આહ્લાદક એવા નાઘેર પ્રદેશમાં જઈએ જ-નારિયેળી તથા કેસર કેરી,કેળાની વાડીઓ વચ્ચેથી તથા સમુદ્રિ કિનારેથી પસાર થતો માર્ગ અમારો પ્રવાસ ચિર સ્મરણિય બનાવે છે.ગઈકાલે જ નાઘેર પ્રદેશના સિંહના બચ્ચા સાથેનો મારી પૌત્રી આશ્કાનો ફોટો જોયો!અમારા ત્રિભુવન વ્યાસ યાદ આવ્યા
  ધાવીને દૂધ મજબુત ધરણી તણાં
  પાક પૌષ્ટિક જ્યાં વિવિધ પાકે
  મઘમઘે પુષ્પ મકરંદ ભમરા પીએ
  લીલીકુંજાર નાઘેર શી ભૂમિકા…

 5. Ketan Shah said,

  June 13, 2008 @ 2:36 am

  હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
  બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..

  બહુજ સુંદર ગઝલ માણવા મળી.

 6. Dr. Dilip Modi said,

  June 13, 2008 @ 9:16 am

  Really a nice ghazal with quite uncommom kafiya…Enjoyed a lot…keep it up…plz.

 7. Dr. Dilip Modi said,

  June 13, 2008 @ 9:23 am

  I regret…I feel sorry…why I could not meet Ashwinbhai at Bhavnagar-Mahuva in Asmita Parva…bcoz I was also present over there this time. Anyway better luck next time ! My hearty congratulations & all good wishes to Ashwinbhai…Thank U Vivekbhai…

 8. mahesh Dalal said,

  June 13, 2008 @ 1:32 pm

  Very fine and very delicate. enjoyed

 9. Maheshchndra Naik said,

  June 18, 2008 @ 1:02 pm

  સરસ ગઝલ અભિનદન અસ્વિનભાઈ, ડો. વિવેકભાઈ……………..

 10. ASD said,

  June 19, 2008 @ 4:50 am

  આઆડ્ડાડ્ડ્ડ્

 11. ASD said,

  June 19, 2008 @ 4:50 am

  GOOD WORK

 12. Yashvant Thakkar said,

  June 22, 2008 @ 6:55 am

  નરી વાસ્તવિક્તા! સરસ ગઝલ. અભિનંદન.

 13. ashutosh shukla said,

  February 10, 2010 @ 3:36 am

  very nice ghazal . We are really proud of you.keep it up !!!

 14. jitu trivedi said,

  December 23, 2011 @ 3:06 pm

  khoob saras. agau vanchi-sambhali chhej! Mane pan mahuvano tamari mulakat taaji thai.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment