પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
શ્યામ સાધુ

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…

23 Comments »

  1. Jayesh Bhatt said,

    May 22, 2008 @ 4:19 AM

    કોઇક ગાધીજી જેવાને અવતારે તેવી ઇશ્વર પ્રાથના કરશુ
    આખી દુનિયા ને હલાવી નાખે તેવો શુરવી૨ માગશુ
    બધાને એક કરી ફરી અજ્વાળા પાથ૨શુ

    જયેશ ભટ્ટ્

  2. RAZIA MIRZA said,

    May 22, 2008 @ 4:55 AM

    શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ ,ની આ રચના ઘણું કહી જાય છે.સમય ની સાથે ચાલવાની પ્રેરણા આપતી આ ગઝલ આપવા બદલ વિવેકભાઈ નો ખૂબ આભાર.

    ‘શબ્દ કેરા બાણ ના આ ઝખ્મ છે.

    તીર પાછું વાળવાથી શું હવે?

  3. ચાંદસૂરજ said,

    May 22, 2008 @ 6:01 AM

    આપણા મનના આવાસોને સ્વાર્થ અને દંભના રાચરચીલાથી શોભાવવા નિર્મળ ભાવનાઓના ઝૂમતાં જંગલોનો કતલેઆમ અને અંતરકેરા દીવાનખાનાની ફૂલદાનીમા પ્રેમના ઉપરછલ્લા દેખાવને પોષ્વા ગોઠવેલા એ ફૂલોને ભરવા પ્રેમાળ બાગબાનના બગિચાનો કચ્ચરઘાણ ક્યાં સુધી? હવે જંગલ કે ચમન રહ્યાં છે ક્યાં કે પાનખર એનાં પર્ણો પર ફરીને કવિતા લખી વસંતને પધારવાનું નિમંત્રણ પાઠવે?

  4. jayesh upadhyaya said,

    May 22, 2008 @ 9:11 AM

    સરસ ગઝલ સાથે સરસ વિવેચન

  5. nilamdoshi said,

    May 22, 2008 @ 9:20 AM

    અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
    શબ્દને અજવાળવાથી શું હવે ?

    પરન્તુ અહી શબ્દો ખોખલા નથી બની જતા….કવિની વેદના અને અર્થ બઁને પમાય ચ્હે.

    સુન્દર….

  6. pragnaju said,

    May 22, 2008 @ 9:56 AM

    ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
    પૂર પાછાં ખાળવાથી શું હવે ?
    ન ગમે તેવી વેદનાસભર વાસ્તવિકતા સુંદર રજુ કરી.
    હવે તેમાંથી પ્રેરણા લઈ-
    મનુજ જેવા અનેકના સૂર જેમ
    અસ્તિત્વ માટે લડશું હવે તો.
    હા, લાશ થૈ ને તરશું હવે તો.

  7. Pinki said,

    May 22, 2008 @ 1:33 PM

    અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
    શબ્દને અજવાળવાથી શું હવે ?

    શબ્દનો પ્રકાશ ભીતરે ઉઘડે ………
    તેવી સુંદર રચના !!

  8. સુનીલ શાહ said,

    May 23, 2008 @ 4:36 AM

    નીરાશાના સુર દ્વારા આંખ ઉઘાડતો સંદેશ આપી જતી સરસ રચના. ઘનઘોર અંધકાર પછી કીરણપુંજ લઈ સુરજ આવે તેવી અનુકુળતા આપણે કરી છે ખરી..? મનોમંથનનો પ્રશ્ન છે..!

  9. Rajendra M.Trivedi,M.D. said,

    May 23, 2008 @ 4:55 AM

    ‘સરસ ગઝલ સરસ વિવેચન’
    હર્ષ બ્રહ્મભટ્ટ ની આ ગઝલ કહી જાય છે.
    સમય સાથે ચાલવાનની પ્રેરણા દઈ જાયછે..
    અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
    શબ્દને અજવાળવાથી શું હવે ?

    રાજેન્દ્ર

    http://www.yogaeast.net

    http://www.bpaindia.org

  10. Harnish Jani said,

    May 23, 2008 @ 6:56 AM

    વિવેકકુમારનું રસદર્શન ખૂબ ગમ્યું. હું માણસ આનંદ અને ઉત્સાહનો હોય આવા નિ્રાશા ભર્યા કાવ્યો પસંદ નથી. પર્ંતુ ક્રુતિ ઉત્તમ છે. સચોટ છે.ખુબ તીણી છે.

  11. pragnaju said,

    May 23, 2008 @ 8:41 AM

    સુંદર ગઝલ્
    એક પળને પાળવાથી શું હવે ?
    ને સમય પંપાળવાથી શું હવે ?
    રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
    આ હવાને ગાળવાથી શું હવે ?
    વાહ્
    અમારા ચેતનની પંક્તી યાદ આવી
    બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે,
    રે, અહીં ઝેરી હવાઓ વાય છે.
    સીઓટૂ, સી.એફ.સી. ને સલ્ફરો,
    હર તરફ વાયુ પ્રદૂષણ થાય છે.

  12. Gaurang Thaker said,

    May 23, 2008 @ 8:50 AM

    waah saras gazal maza padi…
    thanks…

  13. GURUDATT said,

    May 23, 2008 @ 11:18 AM

    ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
    પાનખરને ટાળવાથી શું હવે ?..

    વાહ્! ઓછા શબ્દમાં સુંદર અભિવ્યક્તિ..

    છોટી બહેર સમ ગઝલ ખુબ ગમી..

  14. Maheshchandra Naik said,

    May 23, 2008 @ 11:27 AM

    SARAS GHAZAL Dr. Vivekbhai, Shri Harsh Brambhatt has said his MANOVYATHA,
    ARTHA EKE KYAN VASE CHHE BHITARE?
    SHABDANE AJWALWATHI SHUN HAVE?
    simply GREAT & CONGRATULATIONS!!!!!!!!!!!!

  15. DKT said,

    May 23, 2008 @ 1:53 PM

    ખુબ જ સુંદર રચના

  16. indravadan g vyas said,

    May 23, 2008 @ 2:27 PM

    ગઝલ માતબર,વિવેચન બળુકુ, ભાઈ ભાઈ.
    કવિ ની મુંઝવણ શબ્દો ના સથવારે મુકાઈ છે.ઈલાજ શોધવાનુ વાચકો ઉપર છોડ્યું છે.
    ચલો આપણે સૌ આ દિશામાં કશુક કરીયે.
    ઇન્દ્રવદન ગો. વ્યાસ.

  17. Jignesh Adhyaru said,

    May 24, 2008 @ 1:02 AM

    સરસ રચના…..
    ખાસ કરીને
    અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
    શબ્દને અજવાળવાથી શું હવે ?

    ખૂબજ ગમ્યુ
    આભાર

  18. bakulesh desai said,

    May 24, 2008 @ 5:32 AM

    wow 1 rakta maa pan chhe pradushan ketlu ? saras mishro ….jangal / vrukha bachu nathi… saher have zaher lage chhe… night is darkst b4 dan. if winter comes, is spring far behind ? is summer scorching us, rains ill soon b on our barren hearts. nice ghazal….

  19. bakulesh desai said,

    May 24, 2008 @ 5:39 AM

    મુક્તક અવ્સરો ચુકિ ગયેલો મોર ચ્હુ
    જિનદગિ તે થિક રાખ્યો દાધ મા

    બુન્દ માતે જેથ મા જુર્યા કર્યુ

    હોજ ને ના તાક્તો આશાધ મા

    kindly xcuse me 4 bad typing njoy if u can… yr responces r xpected / awaited.

  20. Mukund Desai, ''MADAD'' said,

    May 25, 2008 @ 12:33 PM

    સુન્દર

  21. KAVI said,

    May 26, 2008 @ 4:53 AM

    રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
    આ હવાને ગાળવાથી શું હવે ?

    ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
    પાનખરને ટાળવાથી શું હવે ?

    વાહ હર્ષ ભાઇ

  22. dilip said,

    June 11, 2008 @ 4:37 AM

    Excellent,it says alot.Expecting to hear some more next time.Keep it up.

  23. dharav said,

    May 11, 2009 @ 11:05 AM

    i want gujrati project of pollution

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment