કેટલીયે બાદબાકી કૈંક સરવાળા કર્યા,
સેંકડે એકાદ માણસ માંડ અહીં સાચા ઠર્યા.
અશોકપુરી ગોસ્વામી

આરોપી – હોર્સ્ટ બીનેક

આરોપ તો બધા પર હતો
         પણ એમાંના એક જ જણે 
         પોતાના ગુનાની કબૂલાત કરી

બીજાઓએ મૌનના ધ્વનિને નષ્ટ કર્યો
તેમણે પોતાના બચાવ કર્યા
પણ તેમણે પોતાના શહેરોને બચાવ્યાં નહીં

          ને ન રક્ષ્યું પંખીના શાંત ઉડ્ડયનને –
          કારણકે  ભયે છરીઓથી તેમને અંધ બનાવ્યા હતા

માત્ર એક જ માણસ નિર્દોષ હતો
જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

– હોર્સ્ટ બીનેક (અનુ – યશવંત ત્રિવેદી)

7 Comments »

  1. Dhaval Patel said,

    April 29, 2008 @ 9:30 PM

    માત્ર એક જ માણસ નિર્દોષ હતો
    જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

    Really Heart touching ..!!

  2. himanshu. said,

    April 29, 2008 @ 10:25 PM

    Request poet’s name in english and a short introduction.-himanshu.

  3. gopal parekh said,

    April 29, 2008 @ 11:18 PM

    આરોપીઓને પોતાના શહેરો કરતાઁ જાતને બચાવવી વધારે જરૂરી લાગ્યુઁ, માનવ સહજ નિરબળતા

  4. pragnaju said,

    April 30, 2008 @ 7:47 AM

    સુંદર અછાંદસ
    બીજાઓએ મૌનના ધ્વનિને નષ્ટ કર્યો
    તેમણે પોતાના બચાવ કર્યા
    પણ તેમણે પોતાના શહેરોને બચાવ્યાં નહીં
    ગમી
    માત્ર એક જ માણસ નિર્દોષ હતો
    જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
    વાહ્
    યાદ આવી
    ઢસડી મેં મારી જાતને,
    મારી જ અદાલતના પિંજરામાં –
    જરા વધુ કરડાકીથી પૂછ્યું,
    “બોલ, શું ગુનો છે તારો, કબૂલ છે?”
    પગના અંગૂઠાથી જમીન ખોતરતી હું એમ જ ઊભી રહી.
    થોડી વારે, નીચી નજરે, દબાયેલા સૂરે બોલી,
    “મને કંઈ નથી ખબર,
    હું તો બસ-
    “कर्मण्येवाधिकारस्तु मा फलेषु कदाचन् ”
    અદાલતમાં સન્નાટો !!
    અચાનક જ બ્રહ્મનાદ ગૂંજી ઉઠ્યો,
    “सोड़हम् ! सोड़हम् ! सोड़हम् !”

  5. ભાવના શુક્લ said,

    April 30, 2008 @ 9:28 AM

    !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  6. ચૈતન્ય એ. શાહ said,

    May 1, 2008 @ 1:26 AM

    સરસ
    આ જ વાસ્તવિક્તા છે નિર્દોષ માણસે જ ગુનો કબુલવો પડે છે

  7. Pinki said,

    May 2, 2008 @ 1:10 AM

    માત્ર એક જ માણસ નિર્દોષ હતો
    જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.

    કારણ માત્ર એ જ એક ‘માણસ’ હતો
    અને આથી એની ‘નિર્દોષતા’ એ ગુનો કબૂલી લીધો….!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment