મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

કબીરા – માવજી મહેશ્વરી

ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા

લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા

હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા

સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા

– માવજી મહેશ્વરી

આજે આ તદ્દન નોખી જ ગઝલ અચાનક વાંચવામાં આવી. કબીર પર ગઝલ એમણે કબીરને શોભે એવા શબ્દોનો ઉપયોગ કરીને લખી છે. પહેલો જ શેર જબરજસ્ત ચોટદાર થયો છે. ખાંપણ સરખો ખેસ કબીરા ! જેમના મૃત્યુ વિષે અનેક વાયકાઓ પ્રચલિત છે એવા કબીરના જીવન માટે કવિએ અદભૂત પ્રયોગ કર્યો છે. કબીરની ફકીરી, બેફીકરાઈ, સાદી વાણી અને નિરપેક્ષતાની વાત એક પછી એક શેરમાં આવે છે. ધીમે ધીમે મોર કળા કરતો હોય એમ કબીરના વ્યક્તિત્વમાં કવિ એક પછી એક શેરથી રંગ પૂરતા જાય છે. કવિએ કબીરના વિશાળ વ્યક્તિત્વને માત્ર દશ લીટીમાં પણ પૂરતો ન્યાય કર્યો છે. કોઈને કવિ વિષે વધારે માહિતી હોય તો જણાવશો.

10 Comments »

 1. Pinki said,

  April 17, 2008 @ 12:23 am

  તદ્.ન નવી જ , ચોટદાર
  સરળ અને સહજ બાનીમાં કબીરાની વાત………

  ખૂબ જ ગમી !!

 2. Urmi said,

  April 17, 2008 @ 7:30 am

  ખૂબ જ સુંદર ગઝલ !

 3. pragnaju said,

  April 17, 2008 @ 8:46 am

  સીમ ભલેને આળસ મરડે
  ભીંજાવું ના લેશ કબીરા
  સુંદર-
  માનવ ધર્મનો સાર…
  કબીર વિષે ઘણું કહેવાયું,લખાયું અને આચરણમાં પણ મુકાયું.તેવા ધર્મવીરના મત પ્રમાણે તો‘ કબીર પાસે આત્મજ્ઞાન હતું.એને લીધે તેઓ ભગવાન હોવાની સ્થિતિએ પહોંરયા હતા.’પોતે તો રામકબીર પંથના ઉપાસક છે,પણ એમણે કબીર વિષયક બધી બાજુની વિચારણાઓને સ્થાન આપી પંથની સીમાની બહાર કબીરદાસને આણ્યા છે.કબીર સાહિત્ય વિશે સંશોધન વિવેચન કરનાર પાશ્ચાત્ય વિવેચકો શાલેતિ વોંદવિલ,લિન્ડા હેસ,આઇઝેક ઇઝેકિયલ જેવાના અંગ્રેજી ગ્રંથોનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે,તે જિજ્ઞાસુઓને ઉપયોગી થશે.આખરે કબીરવાણીથી જ સમાપન કરીએ-તેમાં વિશ્વાસ રાખીએ-તે પ્રમાણે આચરણ કરીએ.
  સાધુ ગાંઠ ન બાંધઇ ઉદર સમાતા લેય
  આગે પિછે હરિ ખડે જબ માંગે તબ દેય

 4. વિવેક said,

  April 17, 2008 @ 9:51 am

  સાદ્યંત સુંદર ગઝલ…

  કબીરા રદીફ પર આવી જ એક ગઝલ – ટૂંકી ટચરક વાત કબીરા – ક્યાંક વાંચી છે… જડી જાય તો આવતા અઠવાડિયે એ અહીં પાક્કી…

 5. himanshu prem said,

  April 23, 2008 @ 6:35 am

  વિવેકભાઈએ ક્યાંક વાંચેલિ ટુકિ ટચરક વાત કબિરા ચંદ્રેશ મકવાણાનિ ગઝલ

 6. himanshu prem said,

  April 23, 2008 @ 6:38 am

  સરસ વેબસાઈટ વિવેકભાઈ, હું અત્યારે દિલ્હીમાં છુ, સિક્કીમ જઈને હિમાચલ – રસ્તે સુંદર રચનાઓ તમારી આ સાઈટને લીધે વાંચવા મળી. Keep it up, Congrats, himanshu prem

 7. વિવેક said,

  April 23, 2008 @ 7:46 am

  હિમાંશુભાઈ,

  આપના પ્રતિભાવ બદલ આભાર… કબીરાવાળી બીજી ગઝલ આ અઠવાડિયે હવે પાક્કી. આપે કવિનું નામ શોધી આપ્યું એટલે ચંદ્રેશભાઈને ફોન કરીને એ ગઝલ મારા ઘરની ‘કઈ’ ગલીમાં પડેલી છે એ જાણી લીધું…

 8. VINOD OZA said,

  May 29, 2009 @ 7:37 am

  Mavji Maheshwari have Kavita chhodi khuba j sundar VARTAKAR/GADHYAKAR tarike sthir thaya chhe. Teo mara mitra ane Padoshi chhe.
  Resi: MAHADEV NAGAR, ANJAR- KUTCH.
  -VINOD OZA.ANJAR.

 9. uday desai said,

  December 15, 2009 @ 12:51 pm

  પ્રિયમાવજી આ બ્લોગમા તમારી કવિતા વાંચવા મળી તેથી રોમાંચ થયો મજા પડી ગઈ તમને ખૂબ ખૂબ અભિનંદન……..લવ યુ…..

 10. Bhadresh Joshi said,

  December 19, 2015 @ 7:12 pm

  Sri Vivekji

  More on Mavji Maheshvari , most probably.

  http://www.e-shabda.com/Mavji-Maheshvari

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment