મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.
– અનિલ ચાવડા

સવા-શેર : ૭ : જખમ – કલાપી

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

-કલાપી

આ શેરની પસંદગીનું કારણ એ છે કે અહીં vulnerability ની વાત થઇ છે. vulnerability માટે કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ મળતો નથી.

કોઇપણ પારસ્પરિક સંબંધમાં- તે વ્યક્તિ સાથે હોય કે સમષ્ટિ સાથે – માણસ પોતાની આસપાસ એક પછી એક અભેદ્ય આવરણ રચતો જાય છે. હેતુ માત્ર એટલો જ કે રખેને હું ઘવાઈ જાઉં… અને વળી માણસ જેટલો વધુ બુદ્ધિશાળી તેટલા તેના આવરણો વધુ સૂક્ષ્મ અને વધુ મજબૂત. કેટલો ભયાનક ડર !!!! ખુલીને, મોકળા મને, સંપૂર્ણ ‘સ્વ’ દ્વારા કોઈપણ પારસ્પરિક સંબંધમાં પ્રવેશવું જ નહીં કે જેથી કોઈ સંજોગે જખમ થઇ જાય તો… આથી મોટી, આથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે !!!! હસવું, પણ પૂર્ણ હાસ્યથી નહીં, રડવું, પણ હૈયાથી નહીં, ગળે મળવું, પણ કુમાશથી નહીં… અક્કડતા કદીપણ છોડવી જ નહીં … અને આ આખી કરુણતાને વ્યવહારકુશળતાના સુંદર નામ હેઠળ છૂપાવી દેવી !!

A relation where there is no vulnerability is not a relation but a trade.

– તીર્થેશ

 

Come what may ની છાતી લઈને જીવાય એ જ ખરું જીવન. मुर्दादिल क्या ख़ाक़ जिया करते हैं? જખ્મો અને દર્દને -શું કવિ કે શું આમ આદમી- સફળતા સાથે સીધો જ સંબંધ છે. એક શેર યાદ આવે છે:

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું?
હો દર્દ લાજમી તો લાજવાબ કાંટા છે.

અને જખમનો આ સવા-શેર જે ગઝલમાંથી આવ્યો છે એ જ ગઝલમાં કલાપી પોતે કહે છે: “જહીં જખમો તહીં બોસા તણો મરહમ અમે દેતા…”

-વિવેક

 

જખમમાં જોખમ છે. જોખમ ન લો તો પછી કોઈ નવો રસ્તો ખૂલવાની શક્યતા જ ક્યાંથી આવે? જીંદગીની ધાર પર જીવો. જોખમ-જખમ લઈને જીવો. જે વિપરીત પરીસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે એ એટલા જ વધારે સશક્ત બને છે.

– ધવલ

જખમ સર્જકને જન્મ આપે છે. એ મોહનને મહાત્મા અને સિદ્ધાર્થને બુદ્ધ બનાવી શકે છે.

– ઊર્મિ

7 Comments »

  1. narendrasinh said,

    December 12, 2013 @ 3:16 AM

    there are no words for kalapiji thanks for this beauty full lines

  2. perpoto said,

    December 12, 2013 @ 8:04 AM

    જખમ હતાં
    મારાં જ હતાં કર
    મારું જ લોહી

    હાયકુ કલાપીસાહેબને અર્પણ

    હરિન્દ્ર દવે યાદ આવી ગયાં–બહુ અંગત અંગત નામ હતાં…..

  3. સુરેશ જાની said,

    December 12, 2013 @ 7:42 PM

    હુમલાપાત્ર
    http://gujaratilexicon.com/dictionary/EG/vulnerable*/

  4. ધવલ said,

    December 12, 2013 @ 8:46 PM

    હુમલાપાત્ર શબ્દમાં vulnerableમા છે એ સંવેદના નથી. એક જ શબ્દ vulnerableના બધા અર્થ આયામોને પકડી શકતો નથી. અરક્ષિત, ભંગુર, ઋજુ એવા શબ્દ પણ થોડો જ અર્થ પકડી શકે છે. Psychologyના પુસ્તકોમાં કદાચ વધારે સારો શબ્દ મળી આવે. કે નવો શબ્દ બનાવીએ તો … ચિત્તભંગુર શબ્દ મગજમાં બેસે છે.

  5. Dr Tirthesh Mehta said,

    December 13, 2013 @ 1:00 AM

    No….I searched a lot. No suitable word in gujrati.

  6. વિવેક said,

    December 13, 2013 @ 6:53 AM

    “vulnerable” ની અર્થચ્છાયા નજીકમાં નજીકથી પકડી શકે એવો ગુજરાતી શબ્દ મારી દૃષ્ટિએ આ છે: ભેદ્ય અથવા છેદ્ય

    vulnerability” = ભેદ્યતા

  7. તીર્થેશ said,

    December 13, 2013 @ 7:18 AM

    i examined it but…….bahu maja nathi.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment