ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
વિવેક મનહર ટેલર

ગઝલ – શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’

સતત એષણાઓનું રણ વિસ્તરે છે,
મને કોઈ મૃગજળ બની છેતરે છે.

હરણ-ફાળ મંઝિલ તરફ હું ભરું છું,
ને મારો જ રસ્તો મને આંતરે છે.

હથેળીમાં વિસ્તાર રેતીનો કાયમ,
હથેળીમાં ઇચ્છાનાં હરણાં મરે છે.

નસીબે ફકત ઝાંઝવાં છે લખાયાં,
છતાં પ્યાસ મારી બધે કરગરે છે.

નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે.

– શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’

આ કવિના નામની અડફેટે હું તો પહેલી જ વાર ચડ્યો પણ ગઝલ વાંચતા જ આહ નીકળી ગઈ. કયા શેરને વધુ ગમાડવો એ પ્રાણપ્રશ્ન થઈ રહે છે…

7 Comments »

 1. neha said,

  October 18, 2013 @ 3:03 am

  Sachi vaat

  Shabdo nu vaNaaTkaam khub ziNvaT thi karyu chhe..

  Abhinandan

 2. narendarsinh said,

  October 18, 2013 @ 3:07 am

  નસીબે ફકત ઝાંઝવાં છે લખાયાં,
  છતાં પ્યાસ મારી બધે કરગરે છે.

  નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
  નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે. અતેી સુન્દર રચ્ના

 3. સુનીલ શાહ said,

  October 18, 2013 @ 8:53 am

  સાચે જ નખશીખ સુંદર ગઝલ.

 4. Maheshchandra Naik (Canada) said,

  October 18, 2013 @ 1:55 pm

  નસીબે ફક્ત ઝાંઝવાં છે લખાયાં,
  છતાં પ્યાસ મારી બધે કરગરે છે
  કવિશ્રીને અભિનદન , બધા જ શેર લાજવાબ છે,,,,,,,,,,,,,,,,,,,,,,,

 5. jahnvi antani said,

  October 21, 2013 @ 3:44 am

  વાહ……….સતત એષણાઓનું રણ વિસ્તરે છે,
  મને કોઈ મૃગજળ બની છેતરે છે.

  નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
  નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે……….heat tiuching શબ્દો.thanks vivek bhai aatlu sundar pirasva badal.

 6. Harshad Mistry said,

  October 24, 2013 @ 7:40 pm

  Beautiful. Bahut khub……!!

 7. ravindra Sankalia said,

  October 29, 2013 @ 7:35 am

  હથેળીમા ઇ આના હરણ મરે એ પન્ક્તિ લાજવાબ .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment