સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

ફોરાં – ધીરુ પરીખ

ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !

તદપિ ભીતર ભીંજ્યું એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !

– ધીરુ પરીખ

ગોરંભે ચડેલું આકાશ ક્યારેક પૂરું ન પણ વરસે ને બસ થોડાં ફોરાં જ પડે… પ્રેમનું પણ આવું જ.. ક્યારેક થોડામાં ઘણું અનુભવાય એવી ઝાઝેરી અનુભૂતિની કટાવ છંદમાં રચાયેલી મજેદાર રચના…

3 Comments »

  1. narendarsinh said,

    October 5, 2013 @ 3:29 AM

    ગોરંભ્યું આકાશ ઝર્યું
    અહીં ઝરમર ઝરમર ફોરાં,
    ભીંજ્યાં અંગો થોડાં
    ને વળી થોડાં રહ્યાં જ કોરાં ! અત્યન્ત સુન્દર રચ્ના

  2. Harshad Mistry said,

    October 5, 2013 @ 2:12 PM

    Khub J sunder. dhanyavad Dhirubhaine!! Kavya khub j gamyu.

  3. Laxmikant Thakkar said,

    October 6, 2013 @ 3:31 AM

    ટાઇટલ …શીર્શક ..અને “એક અનુભૂતિ તદાકાર થયાની …
    “કૈંક” જસ્ટ સ્મ્રુતિમા ઝબકી …
    ” ક્યારેક થોડામાં ઘણું અનુભવાય એવી ઝાઝેરી અનુભૂતિ… ” સાચી વાત ….
    એવુંજ “કૈંક” , “કઈંક” નું …

    “ફોરાં વરસે”

    “બારી બહાર સરસ બરફના ફોરાં વરસે,
    જાણે રૂ જેવા હલકા, બરફના ફોરાં વરસે,
    થર પર થર પર થર એવા ફોરાં વરસે!
    રણઝણ,સ્પંદન થાય કેવાં? ફોરાં વરસે!
    અંતર ઝૂલે એક લય બસ, ફોરાં વરસે!
    જંતર બાજે ઝનઝન એમ, ફોરાં વરસે!
    રોમ રોમમાં થાય થનગન, ફોરાં વરસે ,
    અંગઅંગ આ લથબથ થાય, ફોરાં વરસે,
    આ ઊનાં ઊનાં શ્વાસ જોને, ફોરાં વરસે!”
    ને, ભીતર થઇ હાશ! જોને,ફોરાં વરસે!
    મળી ગયા પ્રાસ હૃદયના ,ફોરાં વરસે!
    અમે થયા તદ્દરૂપ સમયમાં,ફોરાં વરસે!
    -લક્શ્મીકાંત ઠક્કર ,”ક ઈંક “

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment