સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

‘શ્રી સવા’ લાગી… – દિવ્યા રાજેશ મોદી

surya na hastaksharo

*

હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.

જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?

ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?

બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.

દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.

વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

– દિવ્યા રાજેશ મોદી

સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…

પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…

કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…

16 Comments »

  1. jigar joshi prem said,

    September 21, 2013 @ 1:00 AM

    બહુ જ ઉમદા ગઝલ ! અભિનઁદન દિવ્યાજી….

  2. narendarsinh said,

    September 21, 2013 @ 3:27 AM

    અત્યન્ત ભાવસભર રચના

  3. નેહા said,

    September 21, 2013 @ 4:00 AM

    ખૂબ ખૂબ અભિનંદન દિવ્યા

    દ્વાર બંધ જ્યાં થાય…. મસ્ત
    બીજા શેર પણ સુંદર કર્યાં છે.

  4. Divya Modi said,

    September 21, 2013 @ 5:18 AM

    Thank U Vivekbhai & Team Layastaro for Your Best Wishes & Warm Welcome.!!!

  5. perpoto said,

    September 21, 2013 @ 5:54 AM

    દિવ્યા શબ્દમાં જ સૂરજની બારખડી આવી જાય છે…

  6. ravindra Sankalia said,

    September 21, 2013 @ 6:55 AM

    ખરેખર બધાજ શેર ઉત્તમ છે. પણ કોઇ એક જ શેર પસન્દ કરવો હોય તો ” બધા જ દ્વાર બન્ધ છે ત્યા એક બારી ખુલવા લાગી ” ને પસન્દ કરુ. દિવ્યાબહેનનુ ભાવભીનુ સ્વાગત.

  7. બીપીન દેસાઈ ,નવસારી said,

    September 21, 2013 @ 7:03 AM

    સુંદર ગઝલ…જોકે હું તો એક સામાન્ય વાચક તરીકે મુલવું છું …

  8. RAKESH THAKKAR, VAPI said,

    September 21, 2013 @ 7:59 AM

    કવયિત્રી દિવ્યા રાજેશ મોદીનું ઉષ્માસભર સ્વાગત છે…
    ટોચ પર સડસડાટ પ્હોંચીને,
    આ હવા કેમ હાંફવા લાગી ?

  9. Shah Pravinchandra Kasturchand said,

    September 21, 2013 @ 2:35 PM

    અરે દિવ્યાબહેન,આ ગઝલાઈને શું થવા લાગ્યું?
    ધરતીને છોડી ખરેખર આસમાન ગમવા લાગ્યું?

  10. Harsha said,

    September 22, 2013 @ 11:22 AM

    “શ્રી સવા” ની કલ્પના ઘણી જ મજબુત.

  11. smita parkar said,

    September 23, 2013 @ 4:55 AM

    ખુબ સરસ ગઝલ ..અભિનન્દન દિવ્યા જિ ..

  12. sudhir patel said,

    September 23, 2013 @ 9:44 PM

    કવયિત્રી દિવ્યા મોદીને પ્રથમ કાવ્ય-સંગ્રહના પ્રકાશન નિમિત્તે હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  13. Laxmikant Thakkar said,

    September 24, 2013 @ 10:07 AM

    “વાત તારી ઉતારી કાગળમાં,
    તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !”
    પ્રિયજન ના નામથી શરુઆત શુકંન્વંતી અને પવિત્ર ‘તુલસી-દલ -જલ જેવી’.ઉત્તમ …અભિનંદન
    -લા’કંત / ૨૪-૯-૧૩

  14. mukesh said,

    September 24, 2013 @ 11:47 PM

    બહુ જ સરસ ..અભિનન્દન્

  15. કિરણસિંહ ચૌહાણ said,

    October 3, 2013 @ 12:35 PM

    સાદ્યંત સુંદર ગઝલ.

  16. ગૌરાંગ ઠાકર said,

    October 5, 2013 @ 11:59 AM

    આખી ગઝલ સુંદર..અઢળક શુભેચ્છાઓ….
    વાહ……. વાત તારી ઉતારી કાગળમાં,
    તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment