ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!
એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.
– ભગવતીકુમાર શર્મા

ગઝલ – દિવ્યા મોદી


(ખાસ ‘લયસ્તરો’ માટે દિવ્યા મોદીએ સ્વહસ્તે લખી મોકલેલ અપ્રગટ કૃતિ)

જાત સાથે ગુફ્તગૂ કરવી  હતી,
એક સુંદર  શાયરી કરવી  હતી.

એટલે તો મનભરી  ચાહ્યો તને,
કાળજાની  કાળજી  કરવી  હતી.

પ્રેમના  કારણ કદી  પૂછો નહીં,
જિંદગીભર  બંદગી કરવી હતી.

છીપમાં દરિયો ભરી તમને ધરું,
યાદને  મારે  પરત કરવી હતી.

ડૂબતા  આ  સૂર્યને  રોકો  જરી,
સાંજને  વાતો  હજી કરવી હતી.

-દિવ્યા મોદી

દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પછી તમે આ આખી વાતને જાત સાથેની ગુફ્તેગૂ કહો યા ગઝલની શાબ્દિક વ્યાખ્યા- જાત સાથે વાર્તાલાપ-કહો એ તમારા ઉપર છે. કોઈ કહેશે કે કોઈ કોઈને શા માટે આટઆટલું ચાહે છે? પ્રેમ એટલે પોતાનું હૈયું અને પ્રિયતમ એટલે એનાથી જ ત્વન્મય થતી પોતાની જાત જ નહીં? પ્રેમની કેવી સચોટ અને સરળ વ્યાખ્યા કવયિત્રી અહીં લઈ આવ્યા છે? મનભરીને કોઈને ચાહવાનું ખરું કારણ તો પોતાના જ કાળજાની કાળજી કરવાનું છે. કાળજા સાથે કાળજી શબ્દનો વિનિયોગ અહીં કવયિત્રીની સજ્જતાનું સવિશેષ પ્રમાણ પણ બની રહે છે.

દિવ્યા મોદી સુરત શહેરની ગઝલોનું આવતીકાલનું અજવાળું છે… એની પાસે હજી ઘણી વાતો બાકી છે એટલે એ આજના ડૂબતા સૂર્યને પણ રોકી રાખવા ઈચ્છે છે… દિવ્યાને લયસ્તરો તરફથી અંતરંગ શુભેચ્છાઓ…

28 Comments »

  1. sanjay pandya said,

    February 9, 2008 @ 8:32 AM

    નવી પરોઢના ઉજાસનુ સ્વાગત …….

  2. siddharth said,

    February 9, 2008 @ 9:04 AM

    good thank no comments.

  3. pragnaju said,

    February 9, 2008 @ 9:17 AM

    દિવ્યાની સુંદર ગઝલ
    તેમાં આ પંક્તીઓ વધુ ગમી
    એટલે તો મનભરી ચાહ્યો તને,
    કાળજાની કાળજી કરવી હતી.
    પ્રેમના કારણ કદી પૂછો નહીં,
    જિંદગીભર બંદગી કરવી હતી.
    ‘ચાહ્યો તને,’
    -જે હોય તે ભારે નસીબદાર!
    ખુદા પણ!!

  4. Pinki said,

    February 9, 2008 @ 9:21 AM

    છીપમાં દરિયો ભરી તમને ધરું,
    યાદને મારે પરત કરવી હતી.

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    સાંજને વાતો કહેવાની એ વાત જ કંઈક નિરાળી
    છીપમાં દરિયો ભરવા જેવી …….!!!

    અને વિવેકભાઈ,
    દિવસનું પાનું ઊઘડે અને હોવાપણાંના સૂર્યના પહેલા કિરણને પુષ્પની મસૃણ પાંખડીઓ પરથી ઝાકળબુંદ જેવી ભીની ભીની તરોતાજા ગઝલ પીવાની ઈચ્છા થાય ત્યારે આવી ગઝલ કવિના અસ્તિત્વમાંથી ઝરે છે. પ્રસ્તાવના અને કવિપરિચય ખૂબ જ સુંદર…. !!

  5. Pinki said,

    February 9, 2008 @ 9:27 AM

    પ્રેમની સચ્ચાઈ, ગહરાઈ અને મહાનતાના કેટકેટલાં દાવા થતા હોય
    અને ત્યારે આ નિખાલસતા અને સચ્ચાઈ,

    એટલે તો મનભરી ચાહ્યો તને,
    કાળજાની કાળજી કરવી હતી.

    ખૂબ જ ગમી….!!
    હા, મારા માટે જ તને ચાહ્યો
    મારા કાળજાની કાળજી કરવા,

    આમ પણ ‘ચાહવું’ શબ્દનો અર્થ
    તો ઝંખવુ કે પામવું જ ને…. !!

  6. Jayshree said,

    February 9, 2008 @ 9:58 AM

    એકદમ સરળ શબ્દોમાં ખૂબ જ સુંદર ગઝલ..

    દરેક શેર ગમ્યો… પણ સૌથી વધુ ગમેલો શેર શોધતા આ શેર ખૂબ જ ગમ્યો

    પ્રેમના કારણ કદી પૂછો નહીં,
    જિંદગીભર બંદગી કરવી હતી.

  7. vishwadeep said,

    February 9, 2008 @ 10:42 AM

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    -દિવ્યા મોદી
    વાહ, સુંદર રચના

  8. jayesh surti said,

    February 9, 2008 @ 11:40 AM

    ખુબ સરસ ! દિવ્યા , પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવામા સમય ક્યા વિતી જાય તેની ખબર જ કયા પડે છે.

  9. વિપુલ said,

    February 9, 2008 @ 1:04 PM

    એટલે તો મનભરી ચાહ્યો તને, કાળજાની કાળજી કરવી હતી.

    સૌથિ વધુ આ પંક્તિ ગમી પણ આખિ રચના મા તેવુ લાગે છે કે આ બધુ રહિ ગયુ છે. કલજી કરવિ હતિ, બંદગી કરવી હતી, વાતો કરવી હતી . કદાચ કરુના છે. હ્રદય થી આર પાર્
    વિપુલ

  10. kavita Maurya said,

    February 9, 2008 @ 1:41 PM

    એટલે તો મનભરી ચાહ્યો તને,
    કાળજાની કાળજી કરવી હતી.

    પ્રેમના કારણ કદી પૂછો નહીં,
    જિંદગીભર બંદગી કરવી હતી.

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    સુંદર શેર !

  11. Gaurav From Jamnagar. said,

    February 9, 2008 @ 4:41 PM

    vaah..

  12. Bharat Pandya said,

    February 9, 2008 @ 10:09 PM

    બહુજ સામન્ય ગઝલ્. જોકે એ મારો અિભપ્રાય ચ્હેે.ખોટ્ો પણ હોય શકે.

  13. MAYANK TRIVEDI SURAT said,

    February 10, 2008 @ 5:44 AM

    દિવ્વ્યા ની ગઝલ વેલન્ન્ટઇન ડૅ માટે નુ દિવ્વ્ય નજરાણુ છે

  14. kalpesh.dangar said,

    February 10, 2008 @ 6:24 AM

    અલ્પ શબ્દો મા અધીક સુન્દર લખે
    પન્ક્તિ મા ચાનુ ચુપુ અક્સર લખે
    મુક્ત્કો અને સમ્ર્પી દે દીવ્યા
    જિન્દ્ગી ના સર્વ પાસા પર લખે…….

  15. Group2Blog :: A beautiful Ghazal by Divya Modi said,

    February 10, 2008 @ 8:07 AM

    […] https://layastaro.com/?p=1054 […]

  16. Shah Pravinchandra Kasturchand said,

    February 10, 2008 @ 9:32 AM

    શબ્દો શોધ્યા પણ જડતા નથી..

  17. Patel Hema. said,

    February 10, 2008 @ 9:41 AM

    કશ આ સમય સાથ આપે તો … જિન્દ્ગિ નિ કિતબ ખોલિ બતવ્વિ હતિ તને…

    v. beautiful feelings…

  18. ભાવના શુક્લ said,

    February 10, 2008 @ 1:01 PM

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી
    …………………………………..
    સુંદર શબ્દો..સુંદર ભાવ..સુંદર અભિવ્યક્તી…
    પુરા કાવ્યના ભાવાર્થને ખેચી લાવે તેવા શબ્દો… હંમેશા વિચારતા રહીએ કે હજી તો વધુ કઈ કહેવુ હતુ…..વિતિ ગયેલી પળો ક્યારેય જાણે વિતિ જતી જ નથી…સમય જાણે આવરણ થઈને ઝળુંબ્યા કરે ને વિસ્ફારીત આખોથી આપણે જોયા જ કરીએ…..
    પ્રેમના કારણ કદી પૂછો નહીં,
    જિંદગીભર બંદગી કરવી હતી.

  19. pratik said,

    February 10, 2008 @ 2:08 PM

    યાદ ને મારે પરત કરવી હતી

    કાફિયા ની ચુસ્તતા જળવાઈ નથી

    ભાવ ની દ્ર ષ્ટિ એ ખૂબ સુંદર ગઝલ.

  20. dharmesh Trivedi said,

    February 13, 2008 @ 2:57 PM

    divya modi
    અદભુત લાગણીઓ નો અહેસાસ કરાવિ ગયા..આપનિ કવિતા ઓ ને કલ્પના નિ પાખો વિસ્તર્તિ રહે તેવિ હ્રિદય કામના…ધર્મેશ

  21. KAVI said,

    February 15, 2008 @ 12:45 PM

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    સરસ શેરે.

  22. GAURANG THAKER said,

    February 16, 2008 @ 1:50 PM

    Nice gazal.Keep it up.Special thanks to layastaro and Vivekbhai to give platform to potential poet.

  23. divya modi said,

    February 18, 2008 @ 9:40 AM

    વ્હાલાં વાચકમિત્રો , મારી ગઝલ ને ભાવભીનો આવકાર આપવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.. ખૂબ જ સારૂં પ્લેટફોર્મ પૂરૂં પાડવા માટે લયસ્તરો અને વિવેકભાઈનો પણ ખૂબ-ખૂબ આભાર… મારી ક્ષતિઓ અને ત્રુટિઓ પરત્વે ધ્યાન દોરનાર વાચકમિત્રોની હું ઋણી છું…

  24. Girish Dave said,

    March 20, 2008 @ 1:02 PM

    હ્દય ની લાગણી ઓની સરસ અભિવ્યક્તી…

  25. raeesh maniar said,

    March 21, 2008 @ 10:46 AM

    સરળ સુન્દર સચ્ચાઇ ભર્યા શબ્દો…અભિનન્દન

  26. girish kalyani said,

    April 26, 2008 @ 6:20 AM

    ડૂબતા આ સૂર્યને રોકો જરી,
    સાંજને વાતો હજી કરવી હતી.

    I HAVE WRITTEN A POEM IN GUJARATI & TRANSLATED IN ENGLISH MYSELF. UNFORTUNATELY ORIGINAL GUJ.TRANSCRIPT IS MISSING. SUBJECT MATTER IS SOMEWHAT SIMILAR.

    THE SUN HAS SET …… (
    LAST LINES) LEAVING MANY AN QUESTIONS UNANSWERED

    ABOVE PEOM IS REALLY BEUTIFUL.

  27. Rahul Shah said,

    April 28, 2008 @ 1:17 AM

    Divya,

    Nice GAZAL , Heart Touching, No Word, Heart Felt Love Expression. Keep It Up.

    Good Wishes from Bottom Of Heart.

    ” CHHIP MA DARIYO BHARI TAMNE DHARU,
    YAAD NE MARE PARAT KARAVI HATI”

    Great..

  28. Abhijeet Pandya said,

    September 21, 2010 @ 12:26 AM

    ખુબ સરસ છંદોબધ્ધ રચના. અિભનંદન.

    િદવ્યા બહેનની ગઝલોનો િમજાજ જ કંઇક ઓર હોય છે.

    ગઝલમાં રમલ છંદ બરોબર જળવાયો છે. પરંતુ કાળજી, શાયરી,હજી, વગેરે “ઇ” કારાંતી કાિફયાઓ સાથે

    ” પરત ” કાિફયો બંધબેસતો નથી. પ્રીનટ એરર હોય તો સુધારો કરવા િવનંિત.

    અિભજીત પંડ્યા (ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment