પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?
વિનોદ રાવલ

ગઝલ – ગુણવંત ઉપાધ્યાય

તમારા શહેરની આબોહવામાં
સતત છું વ્યસ્ત આંસુ લૂછવામાં.

તમારી વ્યગ્રતા વધવાનું કારણ
તમે નિર્મમ છો સરહદ આંકવામાં.

સુસજ્જિત છો જ કાયમ આપ કિન્તુ
તમોને રસ ફકત છે તોડવામાં.

પ્રયત્નો લાખ એળે જઈ રહ્યા છે
તમારા મન સુધી પહોંચવામાં.

તમારી જાતમાં જાતે સમાઉં
પછી આગળ કશું શું બોલવામાં?

– ગુણવંત ઉપાધ્યાય

1 Comment »

  1. pragnaju said,

    January 28, 2008 @ 10:03 AM

    ઘણા વખત પહેલા-
    “છેક પરપોટા સમી છે જીંદગી પણ
    નિત ઝરણાની ગણી છલછલ છલકવુ”
    ગુણવંત ઉપાધ્યાયની પંક્તીઓ વાંચી હતી આજે ગઝલ માણી.
    ગમી
    તેમાં આ પંક્તીઓ વધુ ગમી…
    પ્રયત્નો લાખ એળે જઈ રહ્યા છે
    તમારા મન સુધી પહોંચવામાં.
    તમારી જાતમાં જાતે સમાઉં
    પછી આગળ કશું શું બોલવાનાં ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment