છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.

તમે કેમ મલકો છો તસવીર જોઈ?
હતું કોણ એમાં અમારાથી સુંદર?
– સુલતાન લોખંડવાલા

તમે – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી.
તમે હસ્યા. અવાજના ખીલા મારા શરીરમાં ખોડાઈ ગયા.
તમે માથે હાથ મૂક્યો. કાંટાળો તાજ રક્તથી રંગાઈ ગયો.
તમે જતાં જતાં કહેતા ગયા : તું ઈશુ નથી.

તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
જતાં જતાં તમે કહેતા ગયા :
હું ઈશુ નથી.

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

જીવનના બે અંતિમ. એક દુઃખથી છલોછલ અને એક ખુશીથી ઉભરાતો. માથે દુઃખ પડે ત્યારે આપણે આપણાથી વધુ દુઃખી આ સંસારમાં અવર કોઈ નથી એવું જ માની બેસીએ છીએ અને સામાને દુઃખનું કારણ. વળી ખુશ હોઈએ ત્યારે જેના કારણે જીવનમાં ખુશી આવી હોવાનું અનુભવીએ એ આપણને ભગવાન જેવો લાગે છે…

પણ સત્ય તો એ છે કે ન કોઈ વ્યક્તિ, ન કોઈ સંજોગ કે ન કોઈ બનાવ પણ આપણું મન પોતે જ આપણા દુઃખ-સુખનું ખરું કારણ છે…

3 Comments »

  1. perpoto said,

    July 4, 2013 @ 7:22 AM

    સત્ય બધાં જાણે છે…બારખડી જેવું
    પછી અક્ષરો જોડી જોડી શબ્દો બનાવે…
    શબ્દો જોડી જોડી કવિતા રચે….

  2. pragnaju said,

    July 4, 2013 @ 9:05 AM

    તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
    તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
    તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
    ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
    જતાં જતાં તમે કહેતા ગયા :
    હું ઈશુ નથી.
    વ્ાાહ્ મ્ ન્ અઅંંગ્ેે સ્ર્સ્ અઅબભિિવ્વય્્ક્કત્્ીી

    અઆજ્ેે ક્ોોમ્મપ્્પય્્ુુટ્ર્ન્ેે સશુુંં તથય્ુુંં ? સ્ુુદધાાર્ીી લ્ેેસશોોજ્ીી

  3. heta said,

    July 6, 2013 @ 2:47 AM

    વાહ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment