જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

ઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

7 Comments »

 1. Rina said,

  May 18, 2013 @ 1:42 am

  વાહહ……

 2. મનહર એમ.મોદી ('મન' પાલનપુરી) said,

  May 18, 2013 @ 2:09 am

  કેટંલી તકલીફ પડતી હોય છે
  સાવ સાચું બોલવાનું આવડે

  કેવી સરસ વાત સાવ સરળ શબ્દોમા ! સરસ ગઝલ..

 3. Maheshchandra Naik said,

  May 18, 2013 @ 3:13 am

  ભક્ત અને ભગવાન તથા પ્રેમીઓની એક્બીજા સાથેની પરસ્પરની લાગણીઓને ઝીલવાની વાત લઈ આવતી સરસ ગઝલ…………….

 4. narendrasinh chauhan said,

  May 18, 2013 @ 3:48 am

  તારી મૂર્તિઓ મને દેખાય છે
  મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે ખુબ સુન્દર વાહ્

 5. perpoto said,

  May 18, 2013 @ 5:04 am

  હવે જાણે દરેક કવિ સંત થઇ ગયાં હોઇ એવું જણાય છે.

 6. La'Kant said,

  May 18, 2013 @ 5:08 am

  “સોળ વરસનો એક જ ટહૂકો”=”મૂછનો દોરો ફૂટ્યો”.
  “મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે….”
  છેવટે ,મનની તાકાત અને સામર્થ્ય નુ રહસ્ય સમજાવે છે…
  તે ક્યાંથી ક્યાં સુધી લઇ જઈ શકે છે?

  “હું જ મારી સામે આવી જાઉં છું,
  કોણ બીજું સામે આવીને લડે ” = { બધું જ અનુકૂલ મને,એક હુંજ પ્રતિકૂલ મને ! (અજ્ઞાત) }

  -લા’કાન્ત / ૧૮-૫-૧૩

 7. Sakshar said,

  May 20, 2013 @ 2:16 pm

  કેટલી તકલીફ પડતી હોય છે
  સાવ સાચું બોલવાનું આવડે

  સરસ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment