તારે જવું છે કે નહીં, નિર્ધાર કરી દે,
દીવાલ મટી જાતને તું દ્વાર કરી દે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જયા પ્રભા

જયા પ્રભા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેમ – જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)

કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.

મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.

આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો

પથરાય છે રેતીની જેમ.

– જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…

Comments (7)