પ્રેમ – જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)
કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.
મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો
પથરાય છે રેતીની જેમ.
– જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)
પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…
Suresh Shah said,
June 13, 2013 @ 3:14 AM
વાસ્તવિકતા ને રજૂ કરતી આ પંક્તિઓ – પ્રેમ જો ગોતવાથી મળતો હોત, તો કેટલાય કોલ્ંબસ પેદા થયા હોત! પ્રેમ થઈ જાય છે.
આ કાવ્યપંક્તિઓ ની અસલ તેલુગુ નકલ મળી શકે? રોમન સ્ક્રિપ્ટ મા હોય તો વધુ સારુ.
– સુરેશ શાહ, સિંગાપોર
Rina said,
June 13, 2013 @ 3:32 AM
Awesome……
perpoto said,
June 13, 2013 @ 3:37 AM
કવિઓની આજ મુશ્કેલી છે; પ્રેમને મગજનો પદાર્થ સમજે છે…
પણ કલ્પનો સુંદર છે.
હેમંત પુણેકર said,
June 13, 2013 @ 3:56 AM
સુંદર અભિવ્યક્તિ!
ધવલ said,
June 13, 2013 @ 3:46 PM
સરસ !
Pravin Shah said,
June 14, 2013 @ 2:30 AM
પ્રેમ ના મળે તો જીવનની આસપાસ કંટાળો
પથરાય છે રેતીની જેમ.
સુંદર રચના !
pragnaju said,
June 14, 2013 @ 6:03 PM
મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
સરસ