જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.
‘શૂન્ય’ પાલનપૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શબ્દપ્રીત

શબ્દપ્રીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - શબ્દપ્રીતગઝલ – શબ્દપ્રીત

નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે

ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે

લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે

જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે

જે મને ઉદગાર થઈ ભેટયા હતા
એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે

– શબ્દપ્રીત

ટેરવાં સાંભળે અને હથેળી અમૂર્તને અનુભવે એ વાત કેવી મજાની છે અને કવિએ કેવી સરસ રીતે કરી છે ! સંબંધોના અલગ-અલગ સમીકરણોને તાગવા મથતી ખૂબસુરત ગઝલ…

Comments (4)