મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાધેશ્યામ શર્મા

રાધેશ્યામ શર્મા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમદાવાદ - રાધેશ્યામ શર્મા
શ્વાસ, નિ:શ્વાસ, ઉચ્છવાસ - રાધેશ્યામ શર્માશ્વાસ, નિ:શ્વાસ, ઉચ્છવાસ – રાધેશ્યામ શર્મા

કબરનાં જર્જર પેટાળમાંથી ફૂટેલાં
અજાણ્યાં ફૂલોની મત્ત ગંધનો
શ્વાસ લેનાર

ચૂડો ફૂટ્યો એ રાતે
સ્વપ્નમાં, પોતાના સ્તનોને
હંસયુગલ બનીને ઊડી જતાં જોતી
જુવાન વિધવાના ધ્રુજતા
નિ:શ્વાસ નાખનાર

અને
અલકાનગરીનેય કાળકોટડીમાં
ફેરવી નાખતી મિલની
ચીમનીઓની વરાળના
ઉચ્છવાસ કાઢનાર

મને – અહીં
કામનાના ક્રોસ ઉપર
નામના ખીલા વડે
ખોડી દેવામાં આવ્યો છે.

– રાધેશ્યામ શર્મા

શોક-ટ્રીટમેન્ટ જેવા કાવ્યમાં કવિ – શ્વાસ, નિ:શ્વાસ અને ઉચ્છવાસ – એ ત્રણ પગલાનું કાળુભમ્મર ચિત્ર દોરે છે.  આવી ગતિનું ગંતવ્ય પોતાની કામનાનો ક્રોસ જ હોઈ શકે. યાદ રહે કે માણસ આખી જીંદગી આ જ ક્રોસને કાળજીથી પોતાના ખભે ઊંચકીને ફરે રાખે છે.

Comments (3)

અમદાવાદ – રાધેશ્યામ શર્મા

મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.

– રાધેશ્યામ શર્મા

અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.

Comments (2)