નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

અમદાવાદ – રાધેશ્યામ શર્મા

મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.

– રાધેશ્યામ શર્મા

અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.

2 Comments »

  1. Pragnaju Prafull Vyas said,

    January 1, 2008 @ 12:32 PM

    કાપડ,રંગ,રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે તે અમદાવાદ શહેરને સમૃધ્ધ
    કરવામાં આવા કેટલા તીતીઘોડાઓ હશે! અમારા, અમદાવાદથી આવેલા,ધૂમ્રપાનનાં પ્રખર વિરોધી,સબંધીને સી.ઓ.પી.ડી માટે ડોકટરે ધૂમ્રપાન છોડવાની સલાહ આપી ત્યારે તેમને આશ્ચર્ય થયું! પણ ડોકટરને શું ખબર કે અમદાવાદની મીલમાં કામ કરતાંનાં ફેફસા આવાં જ હોય!

  2. ભાવના શુક્લ said,

    January 2, 2008 @ 5:07 PM

    પ્રજ્ઞાજુની કમેન્ટ વાચતા જ ને અપર સ્કોલ કર્યુ ને પછિ ધીરે થી કાવ્ય વાચ્યુ અને મનમા ફુટ્યુ “અમદાવાદ” અને પછી કાવ્યનુ નામ વાચ્યુ “અમદાવાદ”… એક નખશિશ શબ્દાંકન!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment