હ્રદયની વાત – ખલીલ ધનતેજવી
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
– ખલીલ ધનતેજવી
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
– ખલીલ ધનતેજવી
RSS feed for comments on this post · TrackBack URI
Viay Shah said,
February 24, 2010 @ 12:57 AM
વાહ!
આતો હ્રદયનની વાત છે હાંફી જવાય છે..
મીત said,
February 24, 2010 @ 1:12 AM
ક્યા બાત હે..!
શ્રી ખલીલભાઈ મારા ખુબ પ્રિય કવિ છે. એમની જ બે લાઈનો સ્મૃતિ ના આઘારે કહું છું.
“લે હવે જોજે પવનના ટોળૅ ટોળા આવશે
એક મીણબત્તીએ કરી છે સુર્યની અવહેલના..”
-મીત
કુણાલ said,
February 24, 2010 @ 1:39 AM
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
બહોત ખુબ … !!
Kirtikant Purohit said,
February 24, 2010 @ 11:41 AM
સરસ રચનાનુઁ મુક્તક.
Girish Parikh said,
February 24, 2010 @ 1:35 PM
મુક્તકની મારી વ્યાખ્યા આ છેઃ જે મુક્ત કરે તે મુક્તક!
હ્રદયની વાત કરતું આ ખરેખર ‘મુક્તક’ છે.
Faruque Ghanchi said,
February 24, 2010 @ 3:33 PM
કેટલી સાહજિક રજુઆત કરી છે; ખરેખર આમ ફટકારી શકે એ જ ગઝલકાર સાચા. વાહ!
kirankumarchauhan said,
February 24, 2010 @ 11:49 PM
સરસ ગઝલ.
વિવેક said,
February 25, 2010 @ 1:07 AM
કવિ તાજા જ ઍન્જિયોપ્લાસ્ટીના શિકાર થયા છે એ વાત મુક્તકમાંથી છલકી રહી છે…
Pinki said,
February 25, 2010 @ 2:43 AM
તેમને રુબરુ સાંભળવાની ઓર જ મજા…!
ધવલભાઈ, આખી ગઝલનો અંતિમ શેર છે આ… !
તેમનો બીજો એક શેર યાદ આવે છે..
શી ખબર તમને મજા કેવી પડે ?
પણ તમારે દાદ તો દેવી પડે.!!! 🙂
Pinki said,
February 25, 2010 @ 2:45 AM
તમાચો ખાઈ લઉં ગાંધીગીરીનાં નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહિં ફાવે… !
pragnaju said,
March 3, 2010 @ 1:04 AM
વાહ્
યાદ આવી
આ અમારા હ્રદયની વાત છે
આંસુઓ છલકાય જોને,
આ તો અંતરનો નિ:શ્વાસ છે
રુદન તો તમે પણ કર્યુ,
પણ દિલમાં પશ્વાતાપ છે,
પ્રેમનું સગપણ નથીને,
આતો મિત્રતાનો અહેસાસ છે
રુદન તો અમે પણ કર્યુ
દુખતા હૈયાની આ વાત છે,
તૃષ્ણાઓ જાગી ઘણીને,
ઝંખતા અંતર નો સાથ છે,
દોડ્યા તો અમે પણ કર્યુ,
આપને પામવાની જ પ્યાસ છે
અંતરમેહ વરસ્યા નહિને,
તોયે મૃગજળની તલાશ છે,
પ્રેમતરસ્યા અમે પણ હતા,
તૃષિતહદયની આ વાત છે
Deval Vora said,
June 30, 2010 @ 8:05 AM
Khalil bhai ne ruh-ba-ruh sambhadvani maja j kaik aur rahi…last month j Rajkot ma emne sambhadya….Tejvanta Tejila Tokhar jeva shayar….Deval – Radio Mirchi Rajkot
naman said,
July 3, 2010 @ 12:53 AM
ખલીલભાઈના બીજા કેટલાંક મુક્તકો,
ભૂખ જ્યારે ગરીબના ઘરમા,
અપ્સરા થઈને આવવા માંડે
ભૂખ્યા બાળકને સુવાડી દેવા,
રંક રાજાની વાર્તા માંડે
એને ખૂંચે છે મારું અજવાળું,
જે મળે છે મને સ્વજન થઈ ને.
જોઈને મારા હાથમાં દીવો,
લોકો તૂટી પડ્યા પવન થૈ ને.
રાતે ચિંતા કે સવારે સૂર્ય. કેવો ઉગશે.
ને સવારે સાંજ પડવાની ફિકર સામે હતી
ક્યાં કશું તારું જ ધારેલું મળ્યું છે.
કાકડી માગી ને કારેલું મળ્યું છે.
તે હવે સેનાપતિ તો થઈ ગયો
પણ તેને લશ્કર તો હારેલું મળ્યું છે.
એક ગઝલ
લય વગર, શબ્દો વગર, મત્લા વગર,
હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર ,
તેં તો તારો છાંયડો આપ્યો મને,
હું જ ના જંપી શક્યો તડકા વગર
કેદ છું, ભીંતો વગરના ઘરમાં હું,
સંતરી ઊભો છે દરવાજા વગર
સરહદો સૂની હશે તો ચાલશે,
શહેરમાં ચાલે નહીં પહેરા વગર
મોરને કોઈ બાજપક્ષી લઈ ગયું,
સીમ સૂની થઈ ગઈ ટહુંકા વગર
કોક દિ દિવો પવન સામે ધરો
કોક દિ ચલવી લો અજવાળા વગર