સ્વપ્નનાં પાણી ભરાયાં વ્હાણમાં,
તું હવે આ છેદનું કારણ ન પૂછ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યોગિની શુક્લ

યોગિની શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ફફડાવી ગયો – યોગિની શુક્લફફડાવી ગયો – યોગિની શુક્લ

લો, અહીં આ સૂર્ય તો આવી ગયો,
આંખથી અજવાસ છલકાવી ગયો.

કોક વાદળ આભમાં રમતું ભલે,
કો
ક દરિયો રેતને ભાવી ગયો.

ચોતરફ વેરાન છે આ બાગ પણ –
કો
’ક માળી બીજને વાવી ગયો.

પુષ્પ ને પમરાટની ઘટના જૂઓ
વાયરો નાહક અરે ! ફાવી ગયો.

પિંજરે છે કેદ જો માણસ અહીં,
બ્હાર પોપટ પાંખ ફફડાવી ગયો !


યોગિની શુક્લ

Comments (2)