ફફડાવી ગયો – યોગિની શુક્લ
લો, અહીં આ સૂર્ય તો આવી ગયો,
આંખથી અજવાસ છલકાવી ગયો.
કો’ક વાદળ આભમાં રમતું ભલે,
કો’ક દરિયો રેતને ભાવી ગયો.
ચોતરફ વેરાન છે આ બાગ પણ –
કો’ક માળી બીજને વાવી ગયો.
પુષ્પ ને પમરાટની ઘટના જૂઓ –
વાયરો નાહક અરે ! ફાવી ગયો.
પિંજરે છે કેદ જો માણસ અહીં,
બ્હાર પોપટ પાંખ ફફડાવી ગયો !
યોગિની શુક્લ
ઊર્મિ સાગર said,
July 23, 2006 @ 2:22 PM
Nice gazal…
ધવલ said,
July 23, 2006 @ 5:49 PM
પુષ્પ ને પમરાટની ઘટના જૂઓ –
વાયરો નાહક અરે ! ફાવી ગયો.
સરસ !