ઘટમાં ઝાલર બાજે – ઊજમશી પરમાર
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !
– ઊજમશી પરમાર
એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.
Ramesh Patel said,
March 24, 2011 @ 12:55 PM
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !
– ઊજમશી પરમાર
ખૂબ જ સુંદર કૃતિ…અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
pragnaju said,
March 24, 2011 @ 1:18 PM
ભાવવાહી મધુરુંગીત
પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?
એના અણસારની પ્રતિતિ
DHRUTI MODI said,
March 24, 2011 @ 7:24 PM
નાનકડું સુંદર મઝાનું ગીત.
વિવેક said,
March 25, 2011 @ 12:00 AM
સુંદર !
જયેન્દ્ર ઠાકર said,
March 25, 2011 @ 4:38 PM
વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !
સુંદર રચના છે. અગમ અગોચરની મીઠી સફર.
વિહંગ વ્યાસ said,
March 25, 2011 @ 10:48 PM
મમળાવવું ગમે એવું ગીત