૬૦૦૦ પોસ્ટ્સ – એક ઐતિહાસિક મુકામ
* * * * * *
૬૦૦૦ ! ૬૦૦૦ !! ૬૦૦૦ !!!
સાચે?!
હા…જી!
આપ સહુના સ્નેહ અને સહકારના પ્રતાપે ૨૦૦૪ના અંતભાગે આદરેલી આ કાવ્યયાત્રા આજે લગભગ બાવીસ વરસ જેટલી લાં..બી પણ એકધારી મજલ કાપીને ૬૦૦૦ પોસ્ટના ઐતિહાસિક અભૂતપૂર્વ મુકામે આવી ઊભી છે. ધવલ શાહની કાવ્યપ્રીતિમાંથી જન્મેલ આ મુસાફરીમાં હું જોડાયો… એ પછી કાળક્રમે મોના નાયક ‘ઊર્મિ, સુરેશ જાની અને તીર્થેશ મહેતા વારાફરતી જોડાયા… સાંસારિક વ્યસ્તતાઓના કારણે આ ચારેય સહસંપાદક અલગ અલગ સમયે નિવૃત્ત થયા. મને એવું લાગતું હતું કે છેલ્લા ઘણા વરસોથી લયસ્તરોની ધુંસરી હું એકલો જ ઊઠાવી રહ્યો છું, પણ આજે જ્યારે છ હજાર પોસ્ટ્સના જાદુઈ આંકડાનો સંસ્પર્શ થયો છે, ત્યારે મને આ સત્ય સમજાય છે કે હું ક્યારેય એકલો હતો જ નહીં. લયસ્તરોના દરેક સીમાચિહ્નોની ઉજવણી સમયે મારા માજી સહસંપાદકો તો અચૂક સાથ આપે જ છે, પણ એ સિવાય આ આખી સફરમાં લયસ્તરોના સહૃદય ભાવકો અને અણમોલ સર્જકમિત્રો પણ સાથેને સાથે જ રહ્યા છે… સુજ્ઞ વાંચકો અને સૌહાર્દપૂર્ણ સર્જકો વિના આમાનું કશું જ સંભવ નહોતું, એટલે એ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
ગુજરાતી કવિતા તેમજ કાવ્યાસ્વાદની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઈટના આ મહામૂલા માઇલસ્ટોનને આંબવાની ખુશીમાં જેના નિમિત્તે આ કાવ્યાટન થયું એ કવિતાને જ યાદ કરીએ તો કેવું!
ચાલો, ત્યારે આવતીકાલથી રોજ આપણે ‘કવિતા વિશેની કવિતાઓ’નો આહ્લાદ લઈશું…
જોડે રહેજો રાજ…
આભાર
લયસ્તરો પર આ અગાઉ પોસ્ટ થયેલ કવિતા વિશેની કેટલીક કવિતાઓ આ રહી… બાકીની કાલથી…
ભણકારા – બળવંતરાય ક. ઠાકોર
કવિતા –જયન્ત પાઠક
કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક
કવિતા વિશે ત્રણ રચનાઓ – જયન્ત પાઠક
સાચી કવિતા – જયન્ત પાઠક
કવિતા વિશે અલ્પ જલ્પ – જયન્ત પાઠક
કવિતા લખવાનું કામ – જયન્ત પાઠક
સમુદ્ર – સિતાંશુ યશશ્ચંદ્ર
કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર
કવિનો શબ્દ – ચિનુ મોદી
શોધ (કવિતાનો અંશ) -ઉમાશંકર જોશી
શબ્દ – ઉમાશંકર જોશી
કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ
ઠાગા ઠૈયા – રાવજી પટેલ
કાવ્ય – લાભશંકર ઠાકર
રળિયામણું… રળિયામણું – સંજુ વાળા
કવિ (ગઝલ ત્રિપદી) – સંજુ વાળા
કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ
એક કાવ્ય – બાબુ સુથાર
શબ્દ (ઝૂલણા-સૉનેટ) – જગદીશ જોષી
(અંધારું શાહીનું) – વજેસિંહ પારગી
શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર
શબદ – ગુણવંત વ્યાસ
ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”
ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”
શબ્દ-સંબંધ – હરિવંશરાય બચ્ચન-અનુ.સુશી દલાલ
બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)
કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ (અનુ. વિવેક મનહર ટેલર)
મારી કવિતા – (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા


