ક્રોમળ – સ્નેહલ જોષી
આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!
અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!
એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!
– સ્નેહલ જોષી
કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.


મિત્ર રાઠોડ said,
January 31, 2026 @ 11:42 AM
વાહ
Varij Luhar said,
January 31, 2026 @ 12:29 PM
વાહ સરસ ગીત
jagdip nanavati said,
January 31, 2026 @ 12:29 PM
ખૂબ સરસ..
પાયલ ઉનડકટ said,
January 31, 2026 @ 12:38 PM
ખૂબસરસ ગીત રચના
Shailesh Gadhavi said,
January 31, 2026 @ 4:18 PM
સરસ ગીત.
Shailesh Gadhavi said,
January 31, 2026 @ 4:38 PM
સરસ ગીત
Riyaz Langda said,
January 31, 2026 @ 4:50 PM
ખૂબ સરસ…👌
Tanu patel said,
January 31, 2026 @ 7:35 PM
વાંચતા સુધીમાં એક હળવા ચિત્રની પીંછી મનને સ્પર્શી ગઈ..
Jayshree Bhakta said,
January 31, 2026 @ 10:05 PM
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!
વાહ…
Dr. Vrajlal Savaliya said,
February 1, 2026 @ 12:47 AM
સુંદર ગીત
Parbatkumar Nayi said,
February 1, 2026 @ 6:18 PM
વાહ
ખૂબ સરસ ગીત રચના
Uma Doshi said,
February 2, 2026 @ 9:48 AM
મોર પીંછ સમ સુંવાળપ!
ઉમેશ જોષી said,
February 3, 2026 @ 10:37 AM
ગીત અને આસ્વાદ હ્રદયગમ્ય છે.
અભિનંદન.
ઉમેશ જોષી said,
February 3, 2026 @ 10:40 AM
વાહ…
લતા હિરાણી said,
February 3, 2026 @ 12:56 PM
આખુંયે ગીત એવું તો કોમળ જાણે
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ
લતા હિરાણી
લતા હિરાણી said,
February 3, 2026 @ 12:57 PM
આખુંયે ગીત કોમળ તો એવું
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ
લતા હિરાણી
Kishor Ahya said,
February 3, 2026 @ 8:18 PM
પતિ પત્ની ના પ્રેમની કોમળતા એવી જાણે લાજમણીનો છોડ, નાયકે જીવનના આ સત્યને જાણ્યું છે, માણ્યું છે ને શબ્દોમાં ઊતર્યું છે! છેલ્લે ગીત જરા અછાંદસ જેવું લાગે પણ ગીતના સરસ ભાવો જ ખરું ગીત છે.
મનુષ્ય હૃદયમાં ઊઠતો પ્રેમ કેટલીકવાર તો આંખો થી હદય સુધી પહોંચતા પહોચતા વાદળ એવા તો વરસી જાય છે કે નાયિકાને પલળવાથી બચવા ક્યાંક દોડી જ જવું પડે!
કવિ શ્રી સ્નેહલ જોષીનું સરસ ગીત અને શ્રી વિવેકભાઈનો સરસ આસ્વાદ.
🌹🌹🌹🌹
યોગેશ ગઢવી said,
February 3, 2026 @ 9:53 PM
ભાવસભર કાવ્ય 🌹