અજવાળા અંધારા વચ્ચે
શું જોયું ચમકારા વચ્ચે?
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
– શબનમ

લીધું નહિ – પ્રફુલ્લ નાણાવટી

પાત્ર છલકાતું રહ્યું પીધું નહિ,
આચમન સરખુંય કૈં લીધું નહિ.

આંખમાં આદર દીઠો તો એટલો,
ખાસ જે કહેવા ગયો કીધું નહિ.

આજ વસ્તુની ખટક રહી ઉમ્રભર,
જે તમે માગ્યું અમે દીધું નહિ.

એ જ એની ખાસિયત કાયમ રહી,
સોંપવું છે પણ કદી સીધું નહિ.

ઘૂંટ કડવા કેટલા પીશે પ્રફુલ્લ,
વેણ કડવું કોઈને કીધું નહિ.

– પ્રફુલ્લ નાણાવટી

પરંપરાની ગઝલોની મજા એ છે કે તેઓ એક બેઝ-લાઇનની ઉપર રહીને સતત કંઈક સારું કહેવાની મથામણમાં રહેતી હતી. આધુનિક ગઝલો આવી કોઈ આધાર-રેખાની આસપાસ ફરતી ન હોવાથી ક્યારેક એમાં એવરેસ્ટની ઊંચાઈ જોવા મળે તો ક્યારેક પાતાળનું ઊંડાણ પણ હાથ લાગે. પ્રસ્તુત ગઝલના પાંચેય શેર ઉત્તમ નહીં હોવા છતાં પરંપરાની મૂળભૂત ખુશબૂ સતત જળવાઈ રહી હોવાથી મનભર જણાય છે. છલકાયે રાખતા પાત્રમાંથી કવિએ આચમન સુદ્ધાં કેમ ન લીધું એનો મત્લામાં ફોડ પડાયો ન હોવાથી મત્લામાં ચમત્કૃતિ વર્તાતી નથી. મક્તા પણ ઊંચી ઉડાન ભરી શક્યો નથી, પણ વચ્ચેના ત્રણેય શેર સ્વયંસ્પષ્ટ અને સરસ થયા છે.

18 Comments »

  1. Yogesh Samani said,

    August 5, 2026 @ 2:39 PM

    ખૂબ સરસ ગઝલ 👌

  2. Kishor Ahya said,

    August 7, 2026 @ 12:06 PM

    જીવનમાં દરેક મનુષ્યને પોતાની વ્યક્તિગત પળો હોય છે. ભૂતકાળમાં દ્રષ્ટિ કરતા જો કોઈ પ્રેમગાથા હોય અને તેમાં નિષ્ફળતા આવી હોયતો તેનું મંથન મન હમેશા કરતું હોય છે અને ત્યારે એક બીજાને કંઈક કહેવાનું મન પણ થતું હોય એ સ્વભાવિક જ છે. પણ કહેવું અઘરું પડે એજ વાત કવિ ગઝલ સ્વરૂપે આસાનીથી કહી શકે છે!અને જેના માટે ગઝલ લખાય હોય તે એટલીજ આસાનીથી સમજી પણ શકે છે! બહુજ સરસ શબ્દોમાં ગૂંથાયેલી આ ગઝલ મજાની થઈ છે.

    નિશ્ચિત પણે આ પરંપરા મુજબની ગઝલ છે આવી ગઝલમાં કટાક્ષ, સમસ્યાઓ, ભૂલો,પસ્તાવો કે પોતાની વેદના રજૂ થતી હોય છે ઘણીવાર એમાં બે જણ વચ્ચેની વીતી ગયેલી પળો તાજી થતી હોય છે. મૂળ રૂપે એ કોઈ એક વ્યક્તિ માટે જ લખી હોવાથી એમાં કહેવું હોય એ બાબત જ આવતી હોય છે.

    લીધું નહિ – પ્રફુલ્લ નાણાવટીની આ ગઝલનો આસ્વાદ આપતા
    શ્રી વિવેકભાઈએ આધુનિક ગઝલ અને પરંપરાની ગઝલ વિશે સરસ માહિતી આપી છે.

    🌹🌹🌹🌹

  3. Riyaz Langda said,

    August 10, 2026 @ 10:04 AM

    વાહહ

  4. Harihar Shukla said,

    August 10, 2026 @ 10:09 AM

    મોજ💐

  5. Jyoti Ramani said,

    August 10, 2026 @ 12:06 PM

    વાહ વાહ 👌

  6. શ્યામ ઠાકોર said,

    August 10, 2026 @ 12:30 PM

    ખૂબ સરસ ગઝલ….ગમી.

  7. kamlesh shukla said,

    August 10, 2026 @ 1:50 PM

    વાહ

  8. preeti pujara said,

    August 10, 2026 @ 3:31 PM

    આ ગઝલમાં અકથિત લાગણીઓ, સંબંધોની સંકોચભરી ઉષ્મા અને મનમાં રહી ગયેલી અધૂરી વાતોનું સુંદર નિરૂપણ થયું છે.
    ‘પાત્ર છલકાતું રહ્યું’ અને ‘આચમન સરખુંય કૈં લીધું નહિ’ દ્વારા કવિએ મળેલી તક છતાં લાગણીને સ્વીકારી ન શકવાની વ્યથા વ્યક્ત કરી છે.
    ‘ખાસ જે કહેવા ગયો કીધું નહિ’ અને ‘જે તમે માગ્યું અમે દીધું નહિ’માં પસ્તાવો અને આત્મસ્વીકારની ભાવના પ્રબળ બને છે.
    અંતિમ શેરમાં કડવા ઘૂંટ સહન કરીને પણ કોઈને કડવું ન કહેવાની વાત કવિના સંયમ અને સંવેદનશીલ સ્વભાવને ઉજાગર કરે છે.
    સમગ્ર ગઝલની વિશેષતા તેની સરળ ભાષામાં વ્યક્ત થયેલી ઊંડી લાગણી અને અનકહ્યા ભાવોની ચોટ છે.
    ખૂબ ઉમદા ગઝલ 👏👏

  9. Rekha Shukla said,

    August 10, 2026 @ 4:29 PM

    વાહ શું વાત છે
    ખાસ જે કહેવા ગયો કીધું નહી ✍️👌

  10. Jigna Rathod said,

    August 10, 2026 @ 5:23 PM

    સમજૂતી સરસ રીતે આપી છે 🙏🙏💐💐

  11. Jignasa u joshi said,

    August 11, 2026 @ 9:41 AM

    નહીં ને કરી સહી. દરેક શેર સરસ સરળ અને સહજ રીતે સમજાય તેવા ખૂબ સરસ 👍💐✍️✍️✍️

  12. વિવેક said,

    August 11, 2026 @ 10:58 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો દિલથી આભાર…

    રચનાનું સ-રસ પૃથક્કરણ કરવા માટે શ્રી કિશોર આહ્યા તેમજ સુશ્રી પ્રીતિ પૂજારાનો સવિશેષ આભાર

  13. Meena Parekh said,

    August 11, 2026 @ 4:54 PM

    ખૂબ સરસ

  14. jyoti Patel said,

    August 11, 2026 @ 9:37 PM

    Beautiful ghazal and an insightful review! The contrast Vivekbhai mentioned about traditional and modern styles was very educational. The fine details and the hidden layers of the ghazal are truly heart touching.

  15. વિવેક said,

    August 12, 2026 @ 11:04 AM

    ફરી એકવાર મિત્રોનો આભાર…
    સરસ પૃથક્કરણ કરવા બદલ જ્યોતિ પટેલનો સવિશેષ આભાર

  16. Kajal shah said,

    August 12, 2026 @ 9:14 PM

    Wah bahu saras gazal👌

  17. ramesh maru said,

    August 13, 2026 @ 12:09 PM

    સુંદર ગઝલ👌🏻👌🏻

  18. Vrajesh Mistri said,

    August 14, 2026 @ 10:29 PM

    આખી સરસ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment