આવકાર સપ્તાહ: ૦૨: ‘ભાંગતી રાતનું જાગરણ’ – દિલીપ ધોળકિયા ‘શ્યામ’
લયસ્તરો પર આવકાર-સપ્તાહ અંતર્ગત આજે બીજા સંગ્રહને આવકારીએ… કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભાંગતી રાતનું જાગરણ”નું સહૃદય સ્વાગત કરીએ… સમગ્ર સંગ્રહનો સહેજસાજ અણસાર મળી રહે એ હેતુસર પસંદગીના થોડા અશઆર અહીં રજૂ કરું છું…
તારા મિલનની જો હવે કેવી થઈ અસર,
ચાલી રહ્યા છે શ્વાસ પણ મારામાં હું નથી.
ભૂલવાનું જે હતું તે યાદ છે,
એટલે આંસુ અને ફરિયાદ છે.
સાંજ ડૂબી ગઈ સખી, આ વેલ શણગારો હવે,
આંખના અરમાન હળવે હાથ ઉતારો હવે.
આમ તો શીખ્યો જગતના કારણે,
પણ વિચારો ફક્ત મારા હોય છે.
સફર કાપી ઘણી લાંબી તમારે દ્વાર તો આવ્યો,
હવે મળવા થયાં આતુર કદમ, તો ભાર લાગે છે.
ભલે લથડે કદમ તોયે અમે પડવા નહીં દઈએ,
જરા એવું હવે મુજ હાથ ઝાલી કો’ક તો બોલો.
તારી વાતો હું ના સમજું,
હું તો જાણું વહાલ કબીરા.
ગઝલ જેમ જીવી બતાવું તમોને,
થતી ભૂલ ત્યાં હું મઠારી શકું છું.
ગજબ કલ્પનાની કરામત રચાવી,
નથી પાંખ તો પણ ગગનમાં રહું છું.
સહેજ હળવે હાથ જો દરકાર થઈ,
આંસુઓ આંખે હસ્યાં શણગાર થઈ.
બે કબીલા સુખ અને દુઃખના મળી,
જિંદગી નામે જુઓ, વણજાર થઈ.
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’



DILIP DHOLAKIYA SHYAM said,
May 5, 2026 @ 11:07 AM
મારા ગઝલ સંગ્રહને આવકારવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું..🙏
Yogesh Samani said,
May 5, 2026 @ 11:18 AM
વાહ વાહ ને વાહ.
Harihar Shukla said,
May 5, 2026 @ 11:52 AM
કબીરા વાળા શેરને બાદ કરતાં બાકીના ચૂંટેલા શેર ઉત્તમ. અભિનંદન કવિને 💐
Arvind Bhatt said,
May 5, 2026 @ 12:04 PM
શે’રની સરસ પસંદગી. કવિને અભિનંદન.
Sudha j. Purohit said,
May 5, 2026 @ 1:32 PM
સુંદર ગઝલ સંગ્રહ છે આપનો.આપની આવી સુંદર રચનાઓ ને માણતાં રહીએ એવી શુભેચ્છાઓ
Manisha Rajeshkumar Dudhat said,
May 5, 2026 @ 2:18 PM
અદભૂત શેરીયત…. ખાસ તો ભૂલવાનું જે હતું તે યાદ છે એટલેજ આંસુ અને ફરિયાદ છે… સુંદર શેર ગમ્યો…. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ….
Manisha Rajeshkumar Dudhat said,
May 5, 2026 @ 3:12 PM
અદભૂત શેરીયત…દરેક શેર સુંદર…. ખાસ કરીને ભૂલવાનું જે હતું તે યાદ છે, એટલે આંસુ અને ફરિયાદ છે… ખૂબ ગમ્યો….. આપ વિકસતાં રહો એ જ અભ્યર્થના…
Manisha Rajeshkumar Dudhat said,
May 5, 2026 @ 3:12 PM
અદભૂત શેરીયત…દરેક શેર સુંદર…. ખાસ કરીને ભૂલવાનું જે હતું તે યાદ છે, એટલે આંસુ અને ફરિયાદ છે… ખૂબ ગમ્યો….. આપ વિકસતાં રહો એ જ અભ્યર્થના…
Amin Kanchan said,
May 5, 2026 @ 7:20 PM
ખૂબ સરસ ગઝલ –ગઝલસંગ્રહ ભાંગતી રાતનું જાગરણ – માટે હ્નદયપૂર્વક અભિનંદન – શુભેચ્છાઓ –
Uma Doshi said,
May 6, 2026 @ 9:33 AM
પ્રણય ની સુંદર અભિવ્યક્તિ
Rakesh Thaker said,
May 7, 2026 @ 9:01 PM
ખૂબ સુંદર ગઝલ સંગ્રહ છે અને આ ગઝલના શૅરનો આસ્વાદ્ય લાજવાબ ગઝલ જેમ જીવી બતાવી ખૂબ સરસ… કવિએ એમના હસ્તાક્ષર સાથે સપ્રેમ ભેટ આપી છે આ તરંગ ને એમનો આભાર… નરસિંહના જૂનાગઢમાં શ્યામ રંગ પૂર બહારમાં ખીલે એવી અભ્યર્થના
રાકેશ ઠાકર ” તરંગ “
Dipak Peshwani said,
May 8, 2026 @ 2:15 PM
વાહ.. છેલ્લા શેર પર આફરીન પોકારી જવાયું
ramesh maru said,
May 9, 2026 @ 6:08 PM
વાહ 👌🏻💐💐