ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

તારનું તૂટવું – કેશવલાલ હરિરામ ભટ્ટ

તૂટ્યો મારો તંબૂરાનો તાર–
ભજન અધૂરું રહ્યું ભગવાનનું હો જી. ટેક0

એક તૂટતાં બીજા રે તાર અસાર છે,
જીવાળીમાં નહિ રે હવે જીવ જી;
પારા પડ્યા પોચા રે, નખલિયું નામનું. તૂટ્યો0

તરડ પડી છે મોટી રે, બાતલ તુંબડે,
લાગે નહીં ફૂટી જતાં વાર.
ખૂંટીનું ખેંચાવું રે, કાંઈ કામનું. તૂટ્યો0

કેશવ હરિની કરણી રે કોઈ ન જાણી શકે,
વાણી મન પાછાં વળી જાય,
બલ ચાલે નહિ એમાં રે મહાબલવાનનું. તૂટ્યો0

– કેશવલાલ હરિરામ ભટ્ટ (જન્મ : ૧૮૫૧ – અવસાન : ૧૮૯૬)

કવિને મૃત્યુનો રંજ નથી, પણ શ્વાસ અચાનક પૂરા થઈ જતાં ભગવાનનું ભજન અધૂરું રહી ગયાનો અહેસાસ છે. અહેસાસ છે પણ કોઈ ફરિયાદ નથી. એક જન્મારો પૂરો થતાં બીજો આવશે, એમ લખચોરાસી ફેરાનો આ અવતાર છે, પણ હવે આ તંબુરો વાગી શકે એમ નથી… કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

જીવાળી –તારનો સ્વર બરાબર નીકળવા તંબૂરામાં ખોસવામાં આવતો રેશમી દોરો, ઝારો
પારો – તંબૂરો સુરેલ બનાવવા રખાતો તારને ભરવેલો મણકો.
નખલિયું – વાદ્ય વગાડતાં આંગળીમાં પહેરવાનું સાધન; નખલી.
બાતલ – નકામું; નિરર્થક; નિરુપયોગી

2 Comments »

  1. pragnajuvyas said,

    December 2, 2021 @ 3:27 PM

    કવિશ્રી કેશવલાલ હરિરામ ભટ્ટનુ ખૂબ સુંદર ભજન
    ડો વિવેકનો સ રસ આસ્વાદ ખરે જ કવિએ તંબુરાના નાનાવિધ ભાગોને જોડી દઈને ખોટકાઈ ગયેલ જીવનસંગીતને કેવું અદભુત રીતે ચાક્ષુષ કર્યું છે એ જોવા જેવું છે.

  2. જયેન્દ્ર ઠાકર said,

    December 2, 2021 @ 3:46 PM

    સરસ માર્મિક ભજન. આ સાથે સાયગ્લનું ગીત યાદ આવી ગયું….
    jivan been madhur na baje
    jhuthe padh gaye taar
    bigade kath se kaam bane
    kya megh baje na malhar
    bigade kath se kaam bane
    kya megh baje na malhar
    pancham chhedo madhyam
    bole kharaj bane gandhar
    pancham chhedo madhyam
    bole kharaj bane gandhar
    been ke jhuthe padh gaye taar
    jivan been madhur na baje
    jhuthe padh gaye taar
    been ke jhuthe padh gaye taar

    in taaro ko kholo in tarbho ko phenko phenko
    uttam taar nayi tarbhe ho tab ho naya shringar
    is tarbhe se jo sur bole gunj uthe sansar
    been ke jhuthe padh gaye taar
    jivan been madhur na baje jhuthe padh gaye taar
    been ke jhuthe padh gaye taar

    bajne ko hai gunj nagada
    hona hai sabse chhutkara
    bajne ko hai gunj nagada
    hona hai sabse chhutkara
    apna jo hai use samajh lo o
    bhi nahin hamara
    apna jo hai use samajh lo vo
    bhi nahin hamara

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment